વીજળીની સરેરાશ ઉપલબ્ધતા ગ્રામીણ વિસ્તારોમાં વધીને 20.6 કલાક, શહેરી વિસ્તારોમાં 23.8 કલાક થઈ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં 1,94,394 મેગાવોટની ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કરીને વીજ ક્ષેત્રને વીજળીની ઉણપમાંથી ઊર્જા-પર્યાપ્તમાં પરિવર્તિત કર્યું છે. વીજ ઉત્પાદનની વર્તમાન સ્થાપિત ક્ષમતા આશરે 4,26,132 મેગાવોટ છે. ચાલુ વર્ષ 2023-24માં ઉમેરવામાં આવેલી કુલ ઉત્પાદન ક્ષમતા 9,943 મેગાવોટમાંથી 1,674 મેગાવોટ અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી અને 8,269 બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી છે. વર્ષ દરમિયાન 7,569 મેગાવોટ […]