ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા નવ વર્ષમાં ગરીબો માટે 2.63 કરોડ મકાનોનું નિર્માણ
નવી દિલ્હીઃ ગ્રામીણ ભારતમાં સંકલિત અને સાતત્યપૂર્ણ વિકાસ સરકારની વ્યૂહરચનાના હાર્દમાં છે. વિકેન્દ્રિત આયોજન, ધિરાણની વધુ સારી સુલભતા, મહિલાઓનું સશક્તીકરણ, મૂળભૂત આવાસ અને શિક્ષણ વગેરે દ્વારા સર્વગ્રાહી આર્થિક સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2024 દ્વારા આ વાત કહેવામાં આવી છે. ગ્રામીણ ભારતમાં જીવનની ગુણવત્તામાં વધારો કરવો […]