1. Home
  2. Tag "sabarkantha"

સાબરકાંઠામાં કાર અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાત લોકોના મોત

• માર્ગ અકસ્માતમાં ઘાયલ એકની હાલત ગંભીર • બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર ગાંધીનગરઃ ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર પાસે કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર ટ્રેલરના પાછળના ભાગ સાથે […]

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને […]

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરમને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. બંને બાળકોને જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસ તાવ, ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. આ વાયરસ પેથોજેનિક રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો […]

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ 

ખેડબ્રહ્મા : આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કાર તુરંત સળગી ઉઠી હતી અને તમામ ઘાયલ થયા હતા. પણ આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા. મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં […]

ભારે વિરોધ વચ્ચે સાબરકાંઠાની બેઠક પર કમળ ખીલ્યુ : પૂર્વ શિક્ષિકા હવે અધુરા ક્લાસ દીલ્હીમાં લેશે

ખેડબ્રહ્મા : તા.16 ફેબ્રુઆરીના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કોને મળશે ટીકીટ ? થી લઈને હવે કોણ જીતશે ? વચ્ચેનો આજે આતુરતાનો અંત આવ્યો હતો. જયારે સાબરકાંઠા બેઠક પર જેમણે સેન્સ આપ્યા હતા તેના આશ્ચર્ય વચ્ચે સૌપ્રથમ અરવલ્લી ના ભીખાજી ઠાકોરને ભાજપે ટીકીટ આપી હતી અને તેઓ ઠાકોર – […]

સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં યુવાનના મોતથી પરિસ્થિતિ વણસી, ગ્રામજનોએ પોલીસ વાહનને આગ ચાંપી

હિંમતનગરઃ સાબરકાંઠામાં અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગામડી ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં યુવાનનું મોત થયાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ રસ્તા ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. દરમિયાન પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસને નિશાન બનાવી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પોલીસ વાહનને આગ ચાંપી હોવાનું […]

વડાલીના વેડા (છાવણી) ના બ્લાસ્ટની ઘટનાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો

ખેડબ્રહ્મા : ગુરુવારે વડાલી તાલુકાના વેડા (છાવણી) ખાતે જીતુભાઇ હિરાભાઇ વણઝારાનુ પાસઁલ દ્રારા બ્લાસ્ટ થતાં તેનુ તથા તેની નાની દિકરી ભુમીકાબેન જીતુભાઇ વણઝારા એમ બે વ્યક્તિઓના મોત થયા હતા. સમગ્ર ઘટનાએ જીલ્લામાં ચકચાર મચાવી નાખી હતી. પણ સમગ્ર ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીને શોધવા માટે ખેડબ્રહ્મા પોલીસ, વડાલી પોલીસ, એસઓજી સાબરકાંઠા, એલસીબી સાબરકાંઠા, એટીએસ […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code