1. Home
  2. Tag "Saffron Mango"

અમદાવાદના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

અમદાવાદઃ ગુજરાતની સુપ્રસિદ્ધ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ […]

ગીરઃ કેસર કેરીની વાડીઓ ખેડૂતે જ કરી નષ્ટ, કારણ જાણીને ચોંકી જશો..

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાડીઓ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે  તે કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. પોતાના બાળક કરતા વિશેષ માવજત કરીને ઉછારેલા આંબાના વૃક્ષ પણ કરવટ ફેરવી રહ્યાં છે. જોકે આંબાના વૃક્ષો  તાલાલા ગીરના સુરવા, […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 746 ક્વિન્ટલની આવક, હરાજીમાં મણના 2600 સુધીના ભાવ બોલાયા

જુનાગઢઃ આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને માઠી અસર પહોંચી હતી. તેના લીધે કેરીનો પાકની આવક મોડી શરૂ થઈ છે. ગીરના કેરીના પીઠા તરીકે જાણીતા તળાલા ગીર યાર્ડમાં બુધવારથી કેસર કેરીના હરાજીનો પ્રારંભ થયો છે. જ્યારે જુનાગઢ યાર્ડમાં ગત એપ્રિલ મહિનાથી કેરીના આવક શરૂ થઈ હતી. તા.2જી મેને ગરૂવારે કાચી કેસર કેરીની 746 ક્વિન્ટલ […]

તલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 8000 બોક્સની આવક

તળાલા ગીરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક વધતા જાય છે. ત્યારે કેસર કેરી માટે પ્રખ્યાત ગણાતા તળાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કેસર કેરીના 2000 બોક્સની આવક થઈ હતી. અને કેસર કેરીના 10 કિલોના પ્રતિ બોક્સના હરાજીમાં ભાવ 500થી 1150 સુધી બોલાયા હતા. વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે કેરીની […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800 […]

ગીર સોમનાથમાં કેસર કેરીના પાકમાં ઘટાડાની આશંકાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ચાલુ વર્ષે ગીરમાં 70 ટકા ફલાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરનાં કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટનાં ચેરમેનએ સરકારને પત્ર લખી કેસર પકવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 150 બોક્સની આવક, 10 કિલોના 1900થી 3000ના ભાવ બોલાયાં

રાજકોટઃ શિયાળો પૂર્ણ થતાં જ ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યાં કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. આમ તો આ વર્ષે વિપરિત હવામાનને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. કેરીની સીઝનને હજુ થોડો સમય બાકી છે. ત્યાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 150 બોક્સની આવક થઈ છે. મુહૂર્તના કેસર કેરીના 10 કિલોના બોક્સનો […]

જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 5000 બોક્સની આવક થતાં ભાવમાં થયો ઘટાડો

જૂનાગઢ: ગીર પંથકમાં માવઠું અને પ્રતિકૂળ વાતાવરણની અસરને કારણે કેસર કેરીની આવક સામાન્ય સમય કરતા મોડી શરુ થઇ છે. પરંતુ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે  10 કિલો કેસર કેરીના બોક્સના ભાવ 500થી 1100 સુધી બોલાયો હતો. […]

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં […]

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 350 બોક્સની આવક, 1500થી 2000 રૂપિયાનો ભાવ બોલાયો

જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને પણ નુકશાન થયું છે. દરમિયાન આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેસરી કેરીના આગમનમાં પણ થોડો વિલંબ થયો છે. હાલ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 350 જેટલા કેરીના બોક્સની આવક  થઈ હતી. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 1500થી 2000 રૂપિયા બોલાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code