ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, 10 કિલો બોક્સના 1700થી 2100નો ભાવ બોલાયો
ગોંડલઃ ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ગણાતી કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ થયુ છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]