કચ્છના નાનાં રણની જમીનના તળમાં ઘટી રહેલા ખારા પાણી, મીઠાંના ઉત્પાદન પર અસર
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ ગણાતા ખારાઘોડાના અફાટ વિસ્તારમાં કાળઝાળ અંગારા ઓકતી ગરમીમાં પણ અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે […]