ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા અગરિયાઓ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના અફાટ રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવીને અગરિયાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 40 ડીગ્રીને વટાવી જતાં અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. રણમાં ટ્રકો, ડમ્પરો અને જેસીબી સહિતના સાધનો વડે […]