1. Home
  2. Tag "Samachar Samachar"

ગાંધીનગર હાઈવે પરના એપોલો સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે એપોલો સર્કલ બે વર્ષ બંધ રહેશે, પ્રતિદિન 1.24 લાખ વાહનો પસાર થાય છે, સર્કલની ચારે તરફ સર્વિસ રોડ તૈયાર કરાયો ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. […]

ગાંધીનગર જિલ્લા પોલીસે મહિનામાં 3000 વાહનચાલકો પાસેથી 12 લાખનો દંડ વસૂલ્યો

હેલ્મેટ, સીટબેલ્ટ અને વાહનો પર કાળી ફિલ્મ સામે દંડ વસુલાયો, ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ પર ચેકિંગ ઝૂંબેશ શરૂ કરાશે, હેલ્મેટ પહોર્યા વિના બાઈક ચલાવતા વધુ પકડાયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ઘણાબધા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવ અને ટ્રાફિકના કાયદાનું પાલન ન કરતા […]

દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજોમાં થયો નવા સત્રનો શુભારંભ,

વેકેશન બાદ પ્રથમ દિવસે ફ્રેન્ડને મળીને વિદ્યાર્થીઓ ખૂશ થયા, બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસ ગુંજી ઊઠ્યું, કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ નૂતન વર્ષ શુભેચ્છાની આપ-લે કરી અમદાવાદઃ ગુજરાતભરમાં શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ બાળકોની કિલ્લોલથી ગુજી ઊઠી હતી. વિદ્યાર્થીઓએ પોતાના સહાધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત […]

2023-2024 શૈક્ષણિક વર્ષમાં 3.30 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ પરના તાજેતરના ઓપન ડોર્સ રિપોર્ટ મુજબ, ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અગ્રણી સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસતિના 29 ટકા હિસ્સો ધરાવે છે અને 2009 પછી પ્રથમ વખત ચીનને પાછળ છોડ્યું છે. 2023-2024 શૈક્ષણિક વર્ષ દરમિયાન, 3,30,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો, […]

ગુજરાતમાં દર ચોથો વ્યક્તિ સહકારી મંડળીનો સભાસદ, કૂલ 1.71 કરોડ સભાસદો

ગુજરાતમાં કૂલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત, 3 વર્ષમાં 48 લાખથી વધુ ખેડૂતોને 3056 કરોડની વ્યાજ સહાય ચુકવાઈ, 559 ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ.15 કરોડની સહાય અપાઈ ગાંધીનગરઃ દેશભરમાં તા.14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ  ગુજરાતનાં સહકાર મોડલની […]

દિલ્હીમાં WADA ગ્લોબલ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક રિઝલ્ટ મેનેજમેન્ટ ટ્રેનિંગનું આયોજન

નવી દિલ્હીઃ ભારત વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) સાથે મળીને, નવી દિલ્હીમાં 19-22 નવેમ્બર, 2024 દરમિયાન ગ્લોબલ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક (GLDF) રિઝલ્ટ મેનેજમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરશે. નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી દ્વારા આયોજિત (NADA) ભારત દ્વારા WADAના સહયોગથી અને જાપાન સ્પોર્ટ્સ એજન્સી (JSA) અને જાપાન એન્ટી ડોપિંગ એજન્સી (JADA)ના સમર્થનથી આ ઐતિહાસિક કાર્યક્રમ વૈશ્વિક એન્ટિ-ડોપિંગ ઇકોસિસ્ટમને મજબૂત […]

પોરબંદરથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બળીને ખાક

લકઝરી બસમાંથી તમામ પેસેન્જરોને સલામત ઉતારી લેવાયા, ધોરાજીના ફાયર ફાયટરોને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, વાયરિંગમાં શોક સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન રાજકોટઃ પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી નજીક ખાનગી લકઝરી બસ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે બસના એન્જિનની બોનેટમાંથી ધૂમાડા નીકળતા બસના ચાલકે ત્વરિત બસને રોડ સાઈડ પર ઊભી રાખીને પ્રવાસીઓને […]

ગુજરાતમાં ટ્રાફિકથી ભરચક એવા 61 રસ્તાઓ પહોળા કરાશે,

રોડ-રસ્તાઓ ફોરલેન કરવા મુખ્યમંત્રીએ કર્યો આદેશ, 61 રોડ પહોળા કરવા માટે 2995 કરોડ મંજુર કરાયા, 41 કિલોમીટરના 21 રસ્તાઓને ફોર લેન કરવા 1646.44 કરોડ ખર્ચાશે ગાંધીનગરઃ રાજ્યમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. આથી રાજ્ય સરકારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 61 જેટલા […]

ઓખાના મધદરિયે ભારતીય માછીમારીની બોટ પર પાક,મરીનનું ફાયરિંગ, બોટ ડુબી

ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા, પાક મરીન ભારતીય માછીમારોના અપહરણની વેતરણમાં હતું, ભારતીય કોસ્ટગાર્ડે પાક.મરીનનો સામનો કર્યો અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય જળસીમાંમાંથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણના બનાવો બનતા હોય છે. ભારતિય કોસ્ટ ગાર્ડના જવાનો અને પાકિસ્તાની મરીન સામસામે ચોકી પહેરો કરતા હોય છે. દરમિયાન ભારતીય માછીમારોની બોટ માછીમારી કરતી હતી […]

બે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરીને ભારતે પોતાની તાકાત વધારી

ભારતે એક અઠવાડિયાની અંદર બે લાંબા અંતરની મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને એરોસ્પેસની દુનિયામાં પોતાની વધતી તાકાતનો દમ દેખાડયો છે. આ બે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી રેન્જની પરંપરાગત મિસાઈલ હશે, જેની રેન્જ વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ કરતા પણ વધારે છે. ભારતને હવે એક શક્તિશાળી રોકેટ ફોર્સની જરૂર છે, જેના માટે ગાઈડેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code