કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું
નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]