1. Home
  2. Tag "sanjay singh"

જેલમાં કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે,પરંતુ તેનું કારણ જાણી શકાયું નથીઃ સંજય સિંહ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ CBI દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં હજુ જામીન ન મળ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. સંજય […]

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]

દિલ્હી આબકારી નીતિમાં ભાજપની સંડોવણીનો “આપ” નેતા સંજ્ય સિંહનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજ્ય સિંહને દિલ્હી આબકારી નીતિ મામલામાં ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને ફસાવવા માટે સમગ્ર કાવતરુ ઘડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ છે મંગૂટા રેડ્ડી, જેણે 3 વાર નિવેદન આપ્યું છે. તેમનો દીકરો રાઘવ મંગૂટાએ સાત વાર […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

લીકર પોલીસી કેસમાં સંડોવાયેલા મનીષ સિસદિયા, સંજયસિંહ અને કે.કવિતા પણ તિહાડ જેલમાં બંધ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં અરવિંદ કેજરિવાલને કોર્ટે સોમવારે 15મી એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જે બાદ કેજરિવાલને તિહાડ જેલ લઈ જવાયાં હતા. તેમણે જેલ નંબર 2માં રાખવામાં આવ્યાં છે. કેજરિવાલને 21મી માર્ચના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ […]

18 માસમાં 16 ધરપકડ, દિલ્હી દારૂ ગોટાળામાં અત્યાર સુધીમાં કોણ-કોણ પહોંચ્યુ જેલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડીએ કથિત દારુ ગોટાળાના મામલામાં ગુરુવારે રાત્રે પૂછપરછ બાદ એેરેસ્ટ કર્યા. કેજરીવાલની ધરપકડ દિલ્હી હાઈકોર્ટમાંથી ઉત્પાદ શુલ્ક નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના પાસાની તપાસ સંદર્ભે કોઈપણ પ્રકારની સુરક્ષા આપવાના ઈન્કારના કેટલાક કલાકો બાદ થઈ છે. આ મામલામાં આ 16મી ધરપકડ છે. એક સપ્તાહ પહેલા જ […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં સંજ્ય સિંહ જ માસ્ટર માઈન્ડ હોવાનો ઈડીનો દાવો, જામીન અરજીનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સંડોવાયેલા સંજય સિંહની જામીન અરજી પર શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ અરજી પર પોતાની દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે, તેની પાસે સંજય સિંહ વિરુદ્ધ ઘણા સાક્ષીઓ છે. તપાસ એજન્સીએ તેને દારૂની નીતિનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો. EDએ કોર્ટને જણાવ્યું કે, […]

દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના રિમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરાયાં, વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં AAP સાંસદ સંજય સિંહને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. EDએ કોર્ટમાં કહ્યું કે લાંચ માંગવાના […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code