સંતશ્રી મેકરણદાદાને નાની ઉંમરમાં વૈરાગ જાગ્યો અને સંપૂર્ણ જીવન લોકહિતાર્થે વિતાવ્યું
(ડો. મહેશ ચૌહાણ) કચ્છની તપોભૂમિમાં નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામમાં સંતશ્રી મેકરણદાદાનો જન્મ ભટ્ટી રાજપૂત કુળમાં થયો હતો. પિતાશ્રીનું નામ હરધોળજી રાજપૂત અને માતૃશ્રીનું નામ પબાંબા હતું. તેમનું બાળપણનું નામ મેકાજી હતું અને તેમના ભાઈનું નામ પતાજી. મેકાજી જ્યારે દસ વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વાછરડાં ચરાવવાનું કાર્ય સોંપેલ. હરધોળજી જ્યારે નવું મકાન બનાવે છે […]