1. Home
  2. Tag "sardar patel"

સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]

સરદાર પટેલનાં મહાન વિચારો દેશની યુવા પેઢી માટે ચોક્કસ માર્ગદર્શક બનશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એટલે કે 31મી ઓકટોબરે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર, ડૉ. મનસુખ […]

ભારત સરકાર સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે, જેમાં વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ એક યાદીમાં આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “વિશ્વની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક – પીએમ મોદી

અમદાવાદ – આજરોજ પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા હતા તેમણે અહીં સરદાર પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતા આજે પણ દરેકને માર્ગદર્શન આપે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આ […]

એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં સરદાર પટેલનું ખુબ મોટુ યોગદાનઃ અરુણાચલ પ્રદેશ CM ખાંડુ

અમદાવાદઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ તેઓની કેબીનેટના વરિષ્ઠ મંત્રીઓએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીકરૂપ છે તેમ જણાવી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવુ એ એક અનોખો અનુભવ છે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ […]

સરદાર પટેલ આજે પણ યુવા શક્તિ માટે પ્રેરણા સ્ત્રોતઃ અમિત શાહ

નવી દિલ્હી, 31 ઓક્ટોબર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ ઈરાદાઓ સામે કંઈપણ અશક્ય નહોતું અને તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. સોમવારે અહીંના નેશનલ સ્ટેડિયમ ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી રનને ફ્લેગ ઓફ પ્રસંગે બોલતા શાહે જણાવ્યું હતું કે સરદાર […]

આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. સરદાર પટેલે દેશની આઝાદીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. જે બાદ સરદાર પટેલને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાં દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જોવામાં આવ્યા.કૉંગ્રેસમાં લગભગ બધા […]

સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની ફિલસૂફી છેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કેવડિયા ખાતે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની સામે દેશના પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની આ ફિલસૂફી જોઈને તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તે ચોક્કસપણે એક પ્રકારની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના છે. […]

સરદાર પટેલે સૌને એક કરીને એકતા જગાડવાની સાથે સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યોઃ ઉત્તરાખંડના રાજ્યપાલ

અમદાવાદઃ ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો. ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code