1. Home
  2. Tag "Sardar Patel Airport"

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં થયો જબરો વધારો

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમાંક્રમે, અમદાવાદથી દિલ્હી, મુંબઈ અને દૂબઈ જતા પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા, અમદાવાદ એરપોર્ટ પર દર 5.30 મીનીટે એક ફ્લાઈટની અવર-જવર અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે  વિવિધ એરલાઈન્સ દ્વારા નવી ફ્લાઇટો શરૂ કરાઇ રહી છે. સરદાર પટેલ એરપોર્ટ […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર રનવેની સમાંતર ટેક્સી વે બનાવાશે, 100 મકાનો તોડાશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે અનેક ફ્લાઈટસનું આવન-જાવન હોવાથી રન-વે પણ ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વ્યસ્ત રહેતો હોય છે. હવે રન-વેની બાજુમાં ટેક્સી વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ટેક્સી-વે લંબાવવા માટે એરપોર્ટની બગલમાં આવેલા સરદારનગર એરિયાના નડતરરૂપ 100 મકાનો તો઼ડાશે, આ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર સર્વર ઠપ્પ, ઈમિગ્રેશન કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ઈમિગ્રેશન માટેના કાઉન્ટર પણ વધારવામાં આવ્યા છે. પરંતુ ઘણીવાર સર્વર ધીમું ચાલતું હાવાને કારણે વિદેશથી આવેલા પ્રવાસીઓ પરેશાન થતાં હોય છે. ત્યારે ફરીવાર સર્વર ઠપ થઈ જતાં એરપોર્ટના ઈમિગ્રેશનની બારીઓ […]

અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તિરંગા રંગે રંગાયું, પ્રવાસીઓ માટે એડવાઈઝરી

અમદાવાદઃ શહેરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિનને દેશભક્તિનો માહેલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પણ તિરંગા રંગે રંગાયું છે. એરપોર્ટ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રીય પર્વ હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રવાસીઓ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી DRIએ 25 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ ઉપરાંત  ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ યાને ડીઆરઆઈ પણ સક્રિય બન્યુ છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરના કાર્ગો કોમ્પલેક્સમાં રેડ પાડીને કેમિકલની આડમાં વિદેશ મોકલાતો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં એરકાર્ગો કોમ્પલેક્સમાંથી રૂ. 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. અમદાવાદ શહેરના સરદાર પટેલ એરપોર્ટના એરકાર્ગો […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી વર્ષ દરમિયાન વધુ 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે વિમાનોની આવન-જાવન વધતા એર ટ્રાફિકમાં પણ ખાસ્સો વધારો થયો છે. જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી વિમાનોનું આવાગમન વધી રહ્યું છે. દરેક ફ્લાઈટ્સને ફુલ ટ્રાફિક મળી રહ્યો છે. ત્યારે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા વર્ષ દરમિયાન અમદાવાદથી વિવિધ […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને ‘ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023’ એનાયત

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને 23મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023 એનાયત કરાયો છે. ગ્રીનટેક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર્યાવરણીય શ્રેષ્ઠતા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. શહેરના સરદાર પટેલ એરપોર્ટને વેસ્ટ રિસાયક્લિંગની પ્રેક્ટિસ, વોટર મેનેજમેન્ટ, ઉર્જા કાર્યક્ષમતા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડામાં શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સન્માન પ્રાપ્ત […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર દિવાળીના તહેવારો અને વર્લ્ડકપ મેચને લીધે ટ્રાફિકનો ધસારો

અમદાવાદઃ દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે.ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં ખૂબ વધારો થયો છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ યાને ટર્મિનલ નંબર 1 અને 2 ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે જેને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સેલ્ફ-બગેજ સુવિધાનો કરાયો પ્રારંભ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરના ડોમેસ્ટિક ટર્મિનલ T-1 પર સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી પ્રવાસીઓ ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એરપોર્ટના સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code