શ્રાવણની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને કરાયો સર્વદેવમય રથારોહણ શ્રૃંગાર
વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન અવસરે રથારોહણ શ્રૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર પાછળનો ધાર્મિક મહિમા છે. ભગવાન રુદ્રનું નવમું સ્વરૂપ શર્વ કહેવાય છે. તેમને શર્વરુદ્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે તમામ દેવતાઓ દ્વારા નિર્મિત રથ પર બેસીને ત્રિપુરનો નાશ કર્યો હતો. શર્વનો એક અર્થ સર્વવ્યાપી, સર્વાત્માં […]