1. Home
  2. Tag "Saurashtra-Kutch"

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડની વીજળી ચોરી પકડાઈ,

કચ્છના અંજારમાં સૌથી વધુ વીજચોરીના કેસ પકડાયા, વીજચોરી અટકાવવા માટે હવે GPS મેપિંગ પદ્ધતિ અપનાવાશે, PGVCL દ્વારા વીજચોરી સામે માસ્ટરપ્લાન બનાવ્યો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીચોરીનું દૂષણ વધતું જાય છે. માત્ર ગામડાઓમાં જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પણ બે રોકટોક વીજળી ચોરી થતી હોય છે. આથી PGVCL દ્વારા વીજળી ચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવતા હોય છે, […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખને સુકાન સોંપાશે

દરેક વોર્ડમાં 4માંથી એક ઓબીસી ઉમેદવાર રહેશે, રાજકોટ જિલ્લામાં જસદણ સિવાય તમામ પાલિકામાં પ્રમુખપદે મહિલાઓ રહેશે, રાજ્ય સરકારે જાહેર કર્યું રોસ્ટર અમદાવાદ, ગુજરાત સરકારે નગરપાલિકાઓમાં પ્રમુખ માટેના પદનું રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 41 નગરપાલિકાઓમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખપદનું સુકાન મહિલાઓમાં હાથમાં રહેશે. જોકે જનરલ-ઓબીસી સહીત જુદી જુદી કેટેગરી એમાં સામેલ કરવામાં આવી  છે. […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના 122 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ 24 કલાક દરમિયાન રાજ્યના 25 જિલ્લાના 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આઠ ઈંચ, વંથલીમાં સાત ઈંચ, મેંદરડામાં ચાર ઈંચ અને જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં છ ઈંચ અને ખંભાળિયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ વરસાદમાં વીજળી પુરવઠો ઠપ થયાની 913 ફરિયાદ, 380 ફીડર બંધ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સારોએવો પડ્યો છે. ત્યારે પ્રથમ વરસાદમાં વીજ પુરવઠો ખોરવાયાની પીજીવીસીએલને 913 જેટલી ફરિયાદો મળી છે. જ્યારે વરસાદને કારણે 59 ગામોમાં વીજ પોલ ડેમેજ થઈ ગયા છે. ઉપરાંત 380 ફીડર પણ બંધ થઈ થતા વીજ કર્મચારીઓએ મરામતની કામગીરી હાથ ધરી છે. વરસાદને કારણે જૂનાગઢના 3 ગામોમાં વીજળી પુરવઠો […]

દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં

અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે […]

દેશના કેટલાક રાજ્યોમાં 20મી એપ્રિલ સુધી હીટવેવનું હવામાન વિભાગનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે, આ અઠવાડિયું તાપમાન ખૂબ જ વધશે, જેના કારણે તીવ્ર ગરમી પડશે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં […]

ભર ઉનાળે ગીર પંથક, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડુતો ચિંતિત

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભર ઉનાળે માવઠું પડતા વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના હવામાન […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષણિક સંઘની માગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને  પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે  શિક્ષણ સચિવને પત્ર લખીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાની માગણી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ, 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન બપોરના સમયે લોકો ઓફિસ અને ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આરંભની સાથે જ હિટવેવ નોંધાયાનું જાણવા મળે છે. રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસોમાં તાપમાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code