1. Home
  2. Tag "Saurashtra-Kutch"

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,61 લાખ રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાતા ગરીબ પરિવારોની કફોડી હાલત

રાજકોટઃ ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબોના રેશનકાર્ડની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગરીબ પરિવારો કોઈ કારણસર સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જઈ શક્યા ન હોય એવા પરિવારોના રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આવા પરિવારોની સંખ્યા 1.61 લાખ છે. એટલે કે દોઢ લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ […]

સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ જામ્યો છે, સતત 3 દિવસના વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં 90 ટકા જેટલા પાણીનો સંગ્રહ […]

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી […]

સૌરાષ્ટ્ર-કચ્છના સૂકા પંથકની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની: કુંવરજી બાવળીયા

પોરબંદર: પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ કુતિયાણા ખાતે અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે બનેલા પંચાયત વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના તાલુકા પંચાયત કચેરી કુતિયાણાનું તથા અંદાજે રૂ. 32 લાખના ખર્ચે બનેલા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના તાલુકા ઘટક કચેરી કુતિયાણાનું લોકાર્પણ કુતિયાણા ખાતે કર્યું […]

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 80 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તેમજ હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શકયતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન રાજ્યમાં સૌથી વધારે વરસાદ […]

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર એક અઠવાડિયામાં જ રૂપિયા 6 કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ,

અમદાવાદઃ ગુજરાતમાં વીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખાસ કરીને ગામડાંમાં વધુ વીજચોરીના કેસ પકડાતા હોય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાયા છે. જેમાં માત્ર એક જ અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની […]

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા અનુભવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. ભૂગર્ભમાં સક્રિય થયેલી ફોલ્ટલાઈનને પગલે ભૂકંપના આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયા છે. જો કે, સદનબીસે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આ આંચકા નોંધાયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code