1. Home
  2. Tag "Saurashtra Uni"

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન 21 લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકી 96 અધ્યાપકોની માન્યતા રદ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો કાઉન્સિલના નિયમો મુજબ ચાલતી ન હોવાથી 21 ખાનગી લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવામાં આવી હતી. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં. આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા […]

સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોએ રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા કૂલપતિએ આપ્યો આદેશ,

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન મિટિંગનું આયોજન કરાયુ હતું.  જેમાં કુલપતિએ  તા. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક કોલેજોમાં તિરંગા લહેરાવવા અપીલ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા આદેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કોલેજાના આચાર્યો સાથેની બેઠકમાં […]

સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા PGમાં 5-6ને બદલે તમામ સેમેસ્ટરના માર્ક્સને આધારે અપાતા પ્રવેશ સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી સ્નાતકના છેલ્લા વર્ષ યા ને યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજી (અનુસ્નાતક)માં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનામત નીતિનો ભંગ થતા હવે કરારી અધ્યાપકોની ભરતી 45 દિવસ માટે જ,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 11 મહિના માટે અધ્યાપકોની ભરતીના મુદ્દે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ ભલામણ કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ભરતીમાં અનામતની નીતિનું પાલન ન કરાતા વિવાદ ઊભો થયો હતો. 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે ગુરૂવારથી ઈન્ટરવ્યૂ શરૂ થયા છે.. જેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ […]

સૌરાષ્ટ્ર યુનિ.ના સેમ-4ના પરીક્ષાર્થીઓને પોતાની કોલેજોમાં નંબર ફાળવાતાં ચોરીનું દુષણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.ની સેમ.-4ની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરંતુ આ પરીક્ષામાં ઘરની ધોરાજી જેવી સિસ્ટમથી ચોરીના દુષણે મોટો ફુંફાડો મારી દીધાની ફરિયાદો ઉઠી છે. યુનિ. પરીક્ષામાં ચોરીનું દુષણ વકરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અન્યાયરૂપ બનશે. તેવી હોશિયાર વિદ્યાર્થીઓ દહેશત વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અગાઉ પરીક્ષામાં જબલીંગ સિસ્ટમનો અમલ કરાતા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 28મી માર્ચથી શરૂ થતી પરીક્ષામાં હવે જનરલ ઓપ્શન નહીં અપાય

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષામાં અત્યાર સુધી કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં રાહત આપવા જનરલ ઓપ્શન આપવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને ત્રીજી લહેર પણ સમાપ્ત થઇ રહી છે તે જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી 28 માર્ચથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષામાં જનરલ ઓપ્શનનો લાભ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ, સેનેટની ચૂંટણી ગુનાઈત ઈતિહાસ ધરાવનારા હવે નહીં લડી શકે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ, સિન્ડિકેટ સહિતની ચૂંટણીઓમાંથી ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકો ઉમેદવારી નહીં કરી શકે અને તેમનું નામ મતદાર યાદીમાંથી પણ બાકાત કરવામાં આવશે. કોપીકેસમાં નામ ચડયું હોય તેવા ઉમેદવારોને પણ આ નિયમ લાગુ પડશે. તેથી હવે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો સિન્ડિકેટ કે સેનેટની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

રાજકોટઃ શિક્ષણમાં પણ રાજકારણ જોવા મલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી […]

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે પાછી ઠેલવાનો નિર્ણય

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કોર્સના ત્રીજા સેમેસ્ટરના 58 હજાર વિદ્યાર્થીની પરીક્ષા આગામી તારીખ 14 ડિસેમ્બરથી લેવાનું જાહેર કરાયું હતું, પરંતુ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓને પીએસઆઈ, એલઆરડી સહિતની પરીક્ષા પણ આ જ દિવસો દરમિયાન હોવાને કારણે  તેમજ તા. 19મીએ ગ્રામપંચાયતની ચૂંટણી હોવાને કારણે કોલેજોના બિલ્ડિંગ ચૂંટણી કામગીરીમાં લેવાના હોવાને લીધે  હવે પરીક્ષા 10 દિવસ […]

સૌરાષ્ટ્ર યુનિમાં 24 હજાર ડિગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફર્યા બાદ કોઈ લેવા આવ્યું નથી

રાજકોટઃ વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ ડિગ્રી. સર્ટી. લેવા માટે પદવીદાન માટેનું જરૂરી ફી સાથે ફોર્મ ભરતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મમાં પુરૂ સરનામું લખતા જ નથી અથવા ખોટૂં સરનામું લખે છે. બીજીબાજુ પદવિદાન સમારોહમાં હાજર રહ્યા ન હોય તેના વિદ્યાર્થીઓને એડી.રજિસ્ટરથી તેને આપેલા સરનામે ડિગ્રી સર્ટી મોકલવામાં આવે છે. પરંતુ સરનામું અધુરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code