1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિના પ્રારંભ પહેલા જ એમફિલનો અભ્યાસક્રમ બંધ કર્યો

રાજકોટઃ નવી શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણમાં ઘણા બદલાવ કરાયા છે. જેમાં યુનિવર્સિટી કક્ષાએ એમ.ફિલ બંધ કરવા પણ નિર્ણય કરાયો છે. સરકાર સંભવત વર્ષ 2022થી નવી શિક્ષણનીતિ લાગુ કરવાની દિશામાં વિચારી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2021-22ના વર્ષથી જ એમ.ફિલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. સૂત્રોના […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે, તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી સરકારે અનેક નિયંત્રણો હળવા કર્યાં છે. જેથી જનજીવન ફરીથી ધબકતું થયું છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરિક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. તેમજ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં […]

ડાયાબિટિસના દર્દીઓ માટે સૌરાષ્ટ્ર યુનિના ફાર્મસી વિભાગ દ્વારા દવાનું સંશોધનઃ પેટર્ન ફાઈલ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા ડાયાબીટીસની દવાની ટેબ્લેટ બનાવવા માટેની પ્રોસેસ પેર્ટન ફાઈલ કરતા તેને  સ્વીકૃતિ આપવા માટે ઈન્ડીયન પેર્ટન ઓફીસ દ્વારા આગામી ટૂંક સમયમાં જ ઈન્સ્પેકશન ક૨વામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દવા બનાવવા માટેની પ્રોસેસ પેર્ટન ફાઈલ થઈ હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી ભવનના વડાએ જણાવ્યું હતું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 8મી જુલાઇથી 65 હજાર વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવાશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની મહત્વ બેઠક મળવા […]

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થતી 30 જેટલી પરીક્ષાઓ મોકૂફ

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં એક પછી એક પરીક્ષાઓ રદ થઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થયાં પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં  15 જૂનથી શરૂ  થનારી 30 પરીક્ષાઓ ઉપર લટકતી તલવાર મંડાઈ હતી. હવે આ પરીક્ષાઓ હાલ તબક્કે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં […]

કોરોનાના દર્દીઓ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૨૯ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલ માત્ર ૧૫ જ દિવસમાં બધં કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ૫૦ બેડથી કરવામાં આવેલી આ હોસ્પિટલ ૪૦૦ બેડ સુધી એકસટેન્ડ કરવામાં આવનાર હતી. જો કે ધીરે ધીરે દર્દીઓ ઘટતાં આજે […]

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું

કોરોનાના વધતા કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું તમામ પરીક્ષાઓ પણ વેકેશન બાદ લેવાનો નિર્ણય રાજકોટ: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થયા છે. જો કે, એક તરફ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંકુલમાં 400 બેડની હંગામી કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવાની કામગીરી શરૂ

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેના કારણો કોવિડ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા સાથે રાખી એક હજાર બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલની અને ટેસ્ટીંગ સુવિધી ઉભી કરવાની […]

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ છતાં સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીની સિન્ડિકેટ-ડીનની ચૂંટણી જાહેર કરાઈ

રાજકોટઃ  રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે, જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની સ્થિતિ કફોડી છે.  ત્યારે રાજ્યમાં જુદી જુદી ચૂંટણીઓ પણ મોકૂફ રાખવા ચૂંટણીપંચે આદેશ કર્યો છે. ગાંધીનગર કોર્પોરેશન અને રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ મોકૂફ રાખી છે તેમ છતાં આગામી મે મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ અને બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી યોજશે. જેમાં 200થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code