1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 20મી જાન્યુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે, 126 વિદ્યાર્થીઓને મેડલ અપાશે

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા. 20મી જાન્યુઆરી-2023ના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનારા 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ અપાશે જેમાં સૌથી વધુ મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 20મી જાન્યુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 8 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતિનો કિસ્સો નોંધાયો હતો. દરમિયાન થાનગઢમાં આવેલી દોઢીવાલા આર્ટસ […]

સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ કૂલપતિના બંગલે કર્યો સૂત્રોચ્ચાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

સૌરાષ્ટ્ર યુનિ. ખેલકૂદ રમતોત્સવ, રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળો ફેંકમાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં  ખેલકૂદ રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવના પહેલા જ દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગોળાફેંક બહેનોનો 24.17 મી. મકવાણા કીર્તિના નામે હતો જે 27 વર્ષ બાદ તોડી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો હતો. સૌરાષ્ટ્ર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી.  અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9મી ડિસેમ્બરથી બે દિવસીય એથલેટિક્સ મીટ સ્પર્ધા યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ એથલેટીક્સ મીટ સ્પર્ધા યોજાશે જેમાં યુવક-યુવતીઓ માટે 19 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પ્રથમ વખત યુવતીઓ માટે વાંસ કૂદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. જેમા 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતની વિવિધ રમતોમાં કરતબ બતાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ દ્વારા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બી.કોમ સહિત 40 જેટલા કોર્ષની 13મી ડિસેમ્બરથી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ  તા. 13મીથી  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થશે.  બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલિક કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો સામે NSUIએ મચાવ્યો હંગામો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત પેપરલિકકાંડમાં ભીનું સંકેલવાના યુનિ.ના સત્તાધિશોના કથિત પ્રયાસો સામે એનએસયુઆઈએ સખત વિરોધ કર્યો છે. પેપરલિકકાંડ મામલે હજુ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. એવો મુદ્દો ઉઠાવીને એનએસયુઆઈએ યુનિ.ના કૂલપતિના ચેમ્બરમાં બેસીને ધરણાં કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનાને 35 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થયાને ચાર દિવસ વિતી ગયા છતાં કસુરવારો સામે કોઈ કાર્યવાહી ન થતાં  NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને યુનિ.ના કૂલપતિના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ભવનો, કોલેજોમાં 19 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન

રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં અગાઉથી જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તા. 19મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરી છે, દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પર્યટક સ્થળોએ ફરવા માટે જઈ શકે, તેમજ દિવાળીનું પર્વ ઊજવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code