1. Home
  2. Tag "Saurashtra University"

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાશે, 149 જગ્યા માટે 2,657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.તારીખ ૮ એટલે કે આવતીકાલથી બે દિવસ સુધી 28 વિષયની 149 સીટ પર 2657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અગાઉ યુનિવર્સીટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી હતી.ત્યારે અલગ અલગ 28 વિષયમાં 149 જગ્યા માટે 2657 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમની 8 અને 9 ઓક્ટોબરના રોજ Ph.D […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશ માટે 8મી ઓક્ટોબરે પરીક્ષા, 124 જગ્યા માટે 1100 અરજી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે. પીએચડીમાં  જુદા જુદા વિષયોમાં કુલ 124 જગ્યાઓ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50માં યુવક મહોત્સવનો 23મી સપ્ટેમ્બરથી પ્રારંભ, 36 સ્પર્ધાઓ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16થી યોજાનારો યુવક મહોત્સવ મોકૂફ રહ્યા બાદ હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 23મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે 50માં યુવક મહોત્સવનો પ્રારંભ કરાશે, આ યૂથ ફેસ્ટિવલને અમૃત કલા મહોત્સવ નામ અપાયું છે. જેમાં ત્રણ દિવસમાં પ્રાચીન રાસ, લોકગીત સહિતની 36 સ્પર્ધાઓ યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કાર્નિવલ,સાઈક્લોથોન સહિત સ્પર્ધાઓનું કરાયું આયોજન

રાજકોટઃ  રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં 36મી નેશનલ ગેમ્સને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેશનલ ગેઈમ્સ પહેલા જ વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી વિવિધ સ્થળોએ સ્પોર્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કાર્નિલનું આયોજન કરાયું છે. જ્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદેશથી […]

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિ.નો યુવક મહોત્સવ મોકૂફ 16થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો મહોત્સવ વરસાદની આગાહીને કારણે મોકૂફ રખાયો મહોત્સવ  રાજકોટ:રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે.આ યુવક મહોત્સવ આગામી તા.16 થી 18 સપ્ટેમ્બરના યોજવાનો હતો.પરંતુ  હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા 50માં યુવક મહોત્સવને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS દ્વારા તૈયાર કરાયેલો કોર્ષ આગામી વર્ષથી ભણાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે. આમ હવે યુનિવર્સિટીમાં બીએપીએસ દ્વારા તૈયાર કરાયેલો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે, સૂત્રોના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષો પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી પણ ઈન્ટરવ્યુ લેવાનું મૂહુર્ત મળતું નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ ત્રણ વર્ષ પહેલા પ્રોફેસરોની ભરતી બહાર પાડી હતી. ત્રણ વર્ષ બાદ પણ યુનિવર્સિટીના સત્તાધિશોને પ્રોફેસરની ભરતીના ઈન્ટરવ્યું લેવાનું કોઈ મૂહુર્ત મળતુ નથી. આથી ઉમેદવારોએ પણ ભરતીની આશા છોડી દીધી છે. સૂત્રોના જણાવ્ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચઢી છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BAPSએ તૈયાર કરેલો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ વિદ્યાર્થીઓને ભણાવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન  વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ગ્રામવિદ્યા, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને પરફોર્મિંગ આર્ટસ સહિતની વિદ્યાશાખાઓમાં ચાલુ વર્ષથી જ બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલો નવો કોર્સ ‘ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ’ (IPDC) તમામ ભવનોમાં ભણાવવામાં આવશે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ કોર્સ ભણાવવાનું શરૂ કરી દેવાશે. બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરેલા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાશે

રાજકોટઃ 2016 અને 2019 માં લેવાયેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા જૂના કોર્ષના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ત્રણ ઓગસ્ટથી ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જુના કોર્સના 20458 વિદ્યાર્થીઓ થાય છે. સાથોસાથ તારીખ 5 થી તારીખ 10 ઓગસ્ટ સુધી બી.એડ સેમેસ્ટર 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code