1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારમે શિક્ષણ પર વિપરિત અસર પડી છે. ગત વર્ષે શાળાઓના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેવી રીતે કોલેજોના વિદ્યાર્થીઓને તેમના અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમાં પણ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી પરીક્ષા લેવા જઈ રહી છે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હંગામી ચાર્જ લેવા માટે ડીન વચ્ચે ચાલતું લોબીંગ !

રાજકોટઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ઘણીબધી યુનિવર્સિટીઓના કુલપતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઘણી યુનિવર્સિટીમાં તો કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટી પણ બનાવવામાં આવી નથી. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટી નીમી દેવાતા કમિટીએ તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીની ટર્મ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ […]

કોરોનાના કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય,પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે

કોરોનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે શિક્ષણમંત્રી અને રાજ્યપાલ રહેશે ઉપસ્થિત રાજકોટ:કોરોનાને કારણે મોટાભાગના કામ અત્યારે ઓનલાઈન થવા લાગ્યા છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવને પણ લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પદવીદાન પણ મુલત્વી રખાશે

રાજકોટઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ ચાલુ માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવનને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પદવીદાન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા […]

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર ફુટ્યું

અમદાવાદ : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના હજુ ભુલાઈ નથી. આ પ્રકરણમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાનું પેપર ફુડ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો આરોપ લગાવ્યો છે. આ પેપર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાપાનના શિક્ષકો જાપાનિઝ ભાષા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓને શીખવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં શરૂ થનારા લેંગ્વેજ સેન્ટર અંતર્ગત જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેના માટે ગુરુવારે જાપાન એમ્બેસીના બે પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે યુનિવર્સિટી કેમ્પસ, ટ્રાન્ઝિટ હાઉસ, ભાષા ભવન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા પહોંચ્યા હતા. આગામી માર્ચ 2022થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે જેમાં જાપાન સહિતની ભાષાઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરાશે, ઉદ્યોગ-ટૂરિઝમને ફાયદો થશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 25-26 નવેમ્બરના રોજ જાપાનનું પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યું છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન બનાવવા માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં કેમ્પસમાં જ ભાષા ભવન શરૂ કરીને જાપાની ભાષાના વર્ગો શરૂ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 25 અને 26મીએ જાપાન એમ્બસીના 4 પ્રતિનિધિઓ સૌરાષ્ટ્ર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસનો થશે સમાવેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અવનવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ માટે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવામાં માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી બીએના અભ્યાસક્રમમાં આ બંન્ને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને પાઠ તરીકે ઉમેરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર […]

સૌરાષ્ટ્ર યુનિ, પરીક્ષાર્થીઓ ઉત્તરવહીમાં મોટા અક્ષરે અને લીંટી છોડીને લખશે તો સપ્લીમેન્ટરી નહીં મળે તેવો નિર્ણય પાછો ખેંચાયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. યુનિના સત્તાધિશોએ એવો નિર્ણય લીદો છે કે, પરીક્ષાની ઉત્તર વહીમાં પરીક્ષાર્થીઓ જો મોટા અક્ષરે કે લીંટી છોડીને લખતે તો તે પરીક્ષાર્થીને સપ્લીમેન્ટરી આપવામાં નહીં આવે, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તરવહીમાં સારું પ્રેઝન્ટેશન કરવા માટે મોટા અક્ષરે લખાણ કરતા હોય છે, કોઈ લખાણ વચ્ચે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ મુજબ ડિસેમ્બર સુધીમાં નવો કોર્સ ભણાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બર સુધીમાં 13 ફેકલ્ટીના વિષયોના નવા કોર્સ બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે વર્કશોપ યોજાયા બાદ નવી શિક્ષણનીતિ લાગુ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા આઠ દિવસથી યુનિવર્સિટીની જુદી જુદી 13 ફેકલ્ટીના 60થી વધુ બોર્ડની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે આગામી ડિસેમ્બર-2021 સુધીમાં તમામ બોર્ડ દ્વારા નવો કોર્સ તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code