1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં આજી-ભાદર સહિત 8 ડેમમાં નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી જ ઉપલબ્ધ છે

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ સર્જાય તેમ છે. ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ થયો છે. જેનાં કારણે પાણીની મોટી સમસ્યા સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે. અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થયો ન હોવાથી રાજકોટ જિલ્લાની પ્રજાને પાણી પૂરું પાડતાં જળાશયોમાં નવાં પાણીની પૂરતા પ્રમાણમાં આવક પણ થઈ નથી. જેનાં કારણે સિંચાઈ ઉપરાંત પીવાનાં […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

ગુજરાતમાં 20 જિલ્લાઓ શૈક્ષણિકરીતે પછાત, સૌથી વધુ સૌરાષ્ટ્રના 7 જિલ્લાનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. પણ શિક્ષણમાં હજુ પણ ગુજરાત નંબર વન બની શક્યું નથી. વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના તમામ ચાર જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. […]

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર યોજાતા લોકમેળાઓ પર કોરોનાનું ગ્રહણ- આ વર્ષે પણ નહી યોજાય મેળાઓ

લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ આ વર્ષે પણ દરેક મેળાઓ રદ કરાયા કોરોનાની સ્થિતિને જોતા લેવાયો નિર્ણય   અમદાવાદઃ ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ એટલે કે લોકમેળાો, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ લોકમેળાોનું આયોજન થવા લાગે છે,જો કે વિતેલા વર્ષથી સમગ્ર દેશભરમાં કોરોનાની જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આ […]

કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરને લીધે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ લોકમેળા નહીં યોજાય

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રેમી વધુ હોય છે. જેમાં શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. સાતમ-આઠમના પર્વની તો ભારે રંગેચંગે ઊજવણી કરવામાં આવતી હોય છે. હાલ રાજ્યમાં કોરોનાનો રાગચાળો કાબુમાં આવી ગયો છે, અને કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે સરકારે તમામ નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. જોકે કોરોનાના સંભવિત ત્રીજા વેવને […]

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]

ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓના જળાશયોમાં પુરતા નીર આવ્યા નથી. સારા વરસાદના અભાવે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઘેરૂ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હસ્તકના સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 81 જળાશયોમાં આજની સ્થિતિએ સરેરાશ માત્ર 17.97 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું છે. જેમાં […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં ભૂકંપના 50 આંચકા, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં ભૂકંપના 50 જેટલા આંચકા આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના […]

સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણના રૂા. 1556માં વેચાતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં ખડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની કાયમ ફરિયાદો ઉઠતી હોય છે.પણ આ વખતે કપાસના ભાવ રૂપિયા 1556 મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. ખરીફ વાવણીનો સમય શરૂ થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code