1. Home
  2. Tag "saurashtra"

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

કોરોનાના ભયને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત  રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]

સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલો અને મલાસા ઉત્પાદકો ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સાગમટે દરોડા

મસાલા અને ઓઈલના 33 નમૂના લેવાયાં તમામ નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યાં મોટાપાયે દરોડાના પગલે ખળભળાટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. આ ઉપરાંત હાલ હળદર અને મરચુ સહિતના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. દરમિયાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે સૌરાષ્ટ્રમાં કેટલીક ઓઈલ મીલો અને મસાલા ઉત્પાદકોના […]

સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ 50 ડેમ અને 500 જેટલા ચેકડેમ ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. દરમિયાન સરકાર દ્વારા સૌની યોજના હેઠલ લીંક કેનાલો મારફતે 50 ડેમ, 500 ચેકડેમ અને 100થી વધારે તળાવો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળામાં પીવાના પાણીની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પુરુ પાડવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હિસાબી કામગીરી માટે ખરીદ-વેચાણ બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મહામારી વચ્ચે માર્ચ એન્ડીંગને કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ હિસાબની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી, ગોંડલમાં યાર્ડ 25 માર્ચથી, જસદણમાં 24 માર્ચથી, મહુવામાં 29 માર્ચથી યાર્ડ બંધ રહેશે. આ દરમિયાન જણસની ખરીદ-વેચાણ કરવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બેડી યાર્ડ આગામી તા. 23 માર્ચથી 31 માર્ચ […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમના 29 દરવાજા નવા મુકવાની કામગીરી શરૂ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમના દરવાજા બદવામાં આવશે. રૂ. 2 કરોડના ખર્ચે ડેમના 29 દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015માં આવેલા પૂરમાં ડેમના 3 દરવાજાને નુકશાન થયું હતું. લગભગ 66 વર્ષ બાદ ડેમના દરવાજા બદલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ-કચ્છમાં 140 જેટલા ડેમ આવેલા છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ડેમમાં ભાદર ડેમનો […]

સૌરાષ્ટ્રમાં ઉનાળો આકરો રહેવાની સંભાવનાઃ જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછો હોવાનું જાણવા મળે છે. મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં લાઈવ પાણીનો જથ્થો 30થી 40 ટકા જેટલો લાઈવ જથ્થો છે. સુત્રોના જણાવ્યા […]

સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ, સિલિગુડી મોકલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોવાથી ખેતીમાં પણ વધારો થયો છે. તેમજ ગુજરાતમાંથી વિવિધ પાકની દેશના અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કિશાન રેન્ક નામની ખાસ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો સિલિગુડી મોકલવામાં આવી છે. અગાઉ પણ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો […]

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code