1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

સૌરાષ્ટ્રમાં વીજ ચોરીનું દુષણ, રાજકોટ, ભૂજ અને બોટાદ તાલુકામાં 96 ટીમો દ્વારા દરોડા

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજ ગેરરીતિમાં પણ વધારો થયો છે. જેને પગલે સવારથી જ રાજકોટ સહિત ભુજ અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ વીજ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કુલ 96 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં […]

માવઠાને લીધે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ખૂલ્લામાં પડેલા ઘઉં, ચણાને લીધે ખેડૂતોની ચિંતા વધી

રાજકોટઃ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ પવન સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. એને પગલે ગઈકાલે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં હતા અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, […]

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહીં સર્જાય, ન્યારી ડેમમાં પાણી ઠલવાયું, આજી-1માં પણ ઠાલવવામાં આવશે

ન્યારી-1 ડેમમાં પાણી ઠલવાયું ચોમાસા સુધીનું ઠલવાયું પાણી આજી-1માં હજુ 85 MCFT પાણી ઠલવાશે રાજકોટ: ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યાઓ વધી જતી હોય છે.એમાં ખાસ રાજકોટવાસીઓને દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે પરંતુ આ વર્ષે અગાઉથી જ કરાયેલી રજૂઆતને પગલે પાણી પૂરું પાડતા આજી અને ન્યારી બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું […]

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા,મોટા ભાગની કામગીરી એપ્રિલ-2થી રાબેતા મુજબ શરૂ થશે

યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા એક સપ્તાહ સુધી કામકાજ બંધ નવા નાણાકીય વર્ષથી રાબેતા મુજબ શરૂ થશે રાજકોટ:નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડની […]

સૌરાષ્ટ્રમાં કોળી સમાજ પર પ્રભુત્વ જમાવવા દેવજી ફતેપરા અને કુંવરજી બાવળીયા વચ્ચે સ્પર્ધા,

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદનું ભૂત ધૂણવા લાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ અને કોળી સમાજ ઉમેદવારો માટે હારજીતમાં મહત્વનું પરિબળ છે. એટલે ટૂંટણી પહેલા જ આ સમાજના આગેવાનોએ રાજકિય મહત્વ મેળવવા માટે જ્ઞાતિઓના મેળાવડાઓ, સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. જેમાં કોળી સમાજમાં ભાજપના […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવક શરૂ, ગતવર્ષ કરતા વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટના બેડી યાર્ડમાં છેલ્લા 15 દિવસમાં 46,950 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. આમાં લોકવન અને ટુકડા બન્ને ઘઉંનો સમાવેશ થઈ જાય છે. લોકવન કરતા ટુકડા ઘઉંની આવક 24,500 ક્વિન્ટલ વધુ નોંધાઈ છે. જોકે એપ્રિલ બાદ હજુ આ આવક વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. અત્યારે 20 […]

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢી લાખથી વધુ ગુણીના આવક

ભાવનગરઃ ગત સોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહેતા સોરાષ્ટ્રભરમાં રવિપાકનું સારૂ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન અઢીલાખથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. ડુંગળીના ભાવમાં પાછલા વર્ષે […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધાણાની આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ધાણાનું ધૂમ વાવેતર થયું હતું પણ કમોસમી વાતાવરણને લીધે પાક ઘટવાના અંદાજો મુકાઈ રહ્યા છે. છતાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ધાણાની આવકે વેગ પકડયો છે. ગત વર્ષ કરતા ખડૂતોને બમણા  ભાવ મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના યાર્ડોમાં ધાણાની આવક ધીમેધીમે વેગ પકડી રહી છે. શુક્રવારે આશરે 1.90 લાખ મણની આવક […]

સૌરાષ્ટ્રના 12 ડેમમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ 200 કરોડ બાકી, નર્મદા નિગમને કોઈ રૂપિયા આપતુ નથી

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં એક સમય હતો કે પીવાના પાણી માટે વલખાં મારવા પડતા હતા. પાણીનો કોઈ સ્ત્રોત નહતો. કેટલાક સ્થલોએ તો ટ્રેન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ નર્મદા યોજના સાચા અર્થમાં સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની છે. સરકારે સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો ભરવા માટે સૌની યોજના અમલમાં મુકી છે.આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો નર્મદાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code