1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે.  પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું […]

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન : ભાવનગર યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં સારા વરસાદને લીધે રવિપાકનું મબલખ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં ડુંગળીનું સારૂએવું ઉત્પાદ થયુ છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીના આવક શરૂ થઈ ગઈ છે. મરેલી તથા ભાવનગર ડૂંગળી ઉત્પાદનના મોટા મથક છે. 40 ટકા સફેદ તથા 60 ટકા લાલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. સફેદ ડુંગળીની મોટાભાગે નિકાસ થાય છે. […]

કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર ન અપાતા સૌરાષ્ટ્રના સસ્તા અનાજના વેપારીઓ શનિવારે હડતાળ પાડશે

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવામાં જોડાયેલા કેટલાક કોરોના વોરિયર્સના પણ મોત થયા હતા.કોરોનાના સમયગાળામાં સરકારે ગરીબોને મફત અનાજ વિતરણ વખતે સસ્તા અનાજના વેપારીઓને કોરોના વોરિયર્સ ગણાવ્યા હતા પરંતુ કોરોનાને લીધે સસ્તા અનાજના વેપારીઓના મત્યુ થયા  હોવા છતાં તેને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેના વિરોધમાં આગામી શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના સસ્તા અનાજના તમામ વેપારીઓ એક […]

સૌરાષ્ટ્રમાં ઓઈલ મિલોનો ધમધમાટને ગ્રહણ લાગ્યુ, સિંગતેલની 25 ટકા મિલો ચાલુ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં એક સમયે તેલીયા રાજાઓની બોલબાલા હતી. હવે મોટી ઓઈલ મિલરો માટે કપરો સમય ચાલી રહ્યો છે. મગફળીના ઉંચા ભાવને લીધે આ વર્ષે સીંગતેલ મિલો પહેલેથી માંડ માંડ ઉત્પાદન પડતર બેસાડી રહી છે. એવામાં બે ત્રણ વર્ષથી કચ્ચી ઘાણી (દેશી ઘાણા)નું ચલણ વધી જતા મોટી તેલ મિલોના ધંધામાં 30-35 ટકા જેટલું ગાબડું પડયું […]

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા,ઓમિક્રોનથી ચિંતાના વાદળો ઘેરાયા

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધી રહ્યા છે કેસ લોકોએ સતર્ક રહેવું જરૂરી રાજકોટ: જામનગરમાં કોરોનાના કુલ ૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ શહેરના અને ૧ જામનગર ગ્રામ્યનો છે. શહેરમાં નોંધાયેલા ૬ કેસમાંથી ૩ કેસ તાજેતરમાં નોંધાયેલા કોરોના દર્દીના પરિવારજનોના છે. રાજકોટમાં સોમવારે ૪ કેસ બાદ મંગળવારે ૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.આમ […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક,

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં રવિ સીઝનની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજીબાજુ ખરીફ પાકની આવકથી માર્કેટ યાર્ડ્સ ઊભરાઈ રહ્યા છે. જેમાં મગફળી, કપાસ, ચણા અને ડુંગળીની આવકમાં ધ૨ખમ વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે. રાજકોટ યાર્ડમાં સોમવારે 10 હજાર બોરી ડુંગળીની આવક […]

સૌરાષ્ટ્રમાં ખૂલ્લેઆમ ગેરકાયદે વેચાતું બાયોડીઝલ, બે સ્થળોએ દરોડા પાડી 11.63 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ  જિલ્લાના પડધરી અને કુવાડવા નજીકના બેટી ગામની સીમમાં એક કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂા.11.63 લાખની કિંમતનો શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બેટી ગામની સીમમાં આવેલી  કલાસિક નેટવર્ક પ્રા.લી. કે જે રોડ  બનાવવાના કોન્ટ્રાકટ લેતી કંપની હોવાનું કહેવાય છે તેના કંપાઉન્ડમાંથી કથિત બાયોડિઝલ મળ્યુ હતુ. આ ઉપરાંત પડધરી પોલીસે કરેલા કેસમાં પણ આ જ કંપનીનો માલ […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. […]

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ બે હજારે પહોંચ્યા બાદ હવે રોજબરોજ ભાવમાં ઘટાડો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદને કારણે કપાસનું પણ ઉત્પાદન મબલખ થયું છે. બીજીબાજુ કપાસનો ભાવ ખૂબજ સારો મળતો હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ છે. દિવાળી પૂર્વે ગુજરાતમાં સંકર કપાસના ભાવ મણે રૂ. 2000ની સપાટી જોઇ આવ્યા પછી રૂ. 300-350નો જેટલો ઘટાડો થઇ ગયો છે. હાલ મોટાંભાગના માર્કેટ યાર્ડોમાં એ ગ્રેડના કપાસનો ભાવ રૂ.1650-1625 કરતા ઉંચે […]

કાચા માલનો ભાવ વધારો અને કોલસાની અછતને લીધે સૌરાષ્ટ્રનો ફાઉન્ડ્રી ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટ : કોરોના કાળમાં મુશ્કેલીમાં મુકાયેલો ફાઉન્ડ્રી ઉદ્યોગ ફરી ધમધમતો થયો ત્યાં જ  કાસ્ટ આયર્ન અને કોલનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને લીધે ફાઉન્ડ્રી ઉદ્યોગ મરણપથારીએ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં નાની મોટી થઇને આશરે 1400 કરતા વધારે ફાઉન્ડ્રીઓ કાર્યરત છે પણ ઉત્પાદન અતિશય મોંઘું બની ગયું હોવાથી પચાસ ટકા એકમોમાં ઉત્પાદન બંધ કરી દેવું પડે સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code