1. Home
  2. Tag "Savarkundla"

સાવરકૂંડલા નજીક કાર પુલની દીવાલ સાથે અથડાયા બાદ આગ લાગતા બેના મોત

પુલની દીવાલ સાથે અથડાયા બાદ કારએ પલટી ખાતાં આગ લાગી, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી, લીલીયા પાસે બાઈક સ્લીપ થતાં શિક્ષિકાનું મોત અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલાના હાથસણી રોડ પર કાર પુલની દીવાલ સાથે અથડાયા બાદ પલટી જતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ […]

સાવરકુંડલાના આદસંગની સીમમાં શ્રમિક પરિવારની બાળકીનો શિકાર કરનારો સિંહ પાંજરે પુરાયો

અમરેલીઃ જિલ્લામાં ધારીથી લઈને સાવરકુંડલા અને છેક રાજુલા સુધી સિંહનો વસવાટ વધી રહ્યો છે. ત્યારે સિંહના હુમલાની વધુ એક ઘટના બની છે.  જિલ્લાના સાવરકુંડલાના આદસંગ ગામમાં પાંચ વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતુ. વન વિભાગના કર્મચારીઓએ બાળકીને સિંહની ચુંગાલમાંથી છોડાવી હતી પરંતુ, બાળકી બચી શકી ન હતી. જો કે વનવિભાગની ટીમને […]

સાવરકૂંડલાના ખડકાળા ગામ પાસે મહુવા-બ્રાન્દ્રા ટ્રેનની અડફેટે સિંહણનું મોત,

અમરેલીઃ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ હવે વનરાજો વિહરતા જોવા મળી રહ્યા છે. જેમાં રાજુલા,સાવરકૂંડલા અને ધારી, જીરા સહિતના વિસ્તારોમાં તો રોડ-રસ્તાઓ પર ગમે ત્યારે સિંહના દર્શન થઈ જતાં હોય છે. આ વિસ્તારના લોકો પણ વનરાજોને છંછેડતા નથી. અને વન વિભાગ દ્વારા પણ અવાર-નવાર સિંહોનું લોકેશન મેળવીને તેની સુરક્ષા માટે દેખરેખ રાખવામાં આવતી હોય છે. ત્યારે […]

સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વનરાજોએ અઢ્ઢો જમાવતા લોકો સીમ-ખેતરો જતાં પણ ડરતા હતા, દરમિયાન તાલુકાના ઘનશ્યામનગરની સીમમા છેલ્લા ત્રણ માસ દરમિયાન નરભક્ષી બનેલા સાવજે એક પછી એક ત્રણ વ્યકિતને ફાડી ખાધાની ઘટના બાદ વનતંત્રએ હવે આ વિસ્તારના તમામ સિંહને પાંજરે પુરી દઇ સમગ્ર વિસ્તારને સિંહ મુકત કરી દીધો છે. અગાઉ આઠ સિંહ અને એક દીપડાને […]

અમરેલીના સાવરકુંડલામાં ત્રણ વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો, લોકોમાં ડરનો માહોલ

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા નજીક વાડી વિસ્તારમાં પરિવારની હાજરીમાં બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારે પોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિંહ બાળકને ઉઠાવી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને બાળકની શોધખોળ આદરી હતી. આ બનાવથી આ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલી જિલ્લામાં […]

સાવરકુંડલાના વજન કાંટાના ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ, અનેક કારખાનાને તાળાં લાગવાની શક્યતા

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા શહેર વજનકાંટા ઉદ્યોગનું સૌથી મોટું હબ છે. જોકે, કોરોના કાળ બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સાવરકુંડલા શહેરમાં 20થી 25 હજાર જેટલા કારીગરોને રોજગારી પુરી પાડતો વજન કાંટા ઉદ્યોગમાં 200 ઉપરાંત કાંટાના કારખાનાઓ આવેલા છે. જેમાં તોલમાપમાં વપરાતા વજન કાંટોઓ બનાવવામાં આવે છે. ત્યારે કાચા માલમાં થયેલા તોતિંગ ભાવ વધારાના કારણે […]

ગોહિલવાડ પંથકમાં સર્જાયો અષાઢી માહોલ, સાવરકુંડલામાં બે ઈંચ, શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન 20મી જુન બાદ થશે, નૈઋત્યનું ચોમાસાનું આદમન કેરળમાં થઈ ગયું છે. મેધરાજા કોકણ અને મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને ગુજરાતમાં પ્રવેશશે. હાલ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે મંગળવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં […]

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાયરલ થતાં વન વિભાગે કર્યો તપાસનો આદેશ

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો સિંહ સાથેનો સેલ્ફી વાયરલ થતા તેઓ વિવાદમાં સપડાયા છે. અને વન વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગીરમાં ચાર સિંહો સામે ઊભા રહીને સેલ્ફી લીધી હતી. સેલ્ફી ખેંચાવીને તેઓએ વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. કારણ કે ગીરમાં વસતા સિંહો સાથે સેલ્ફી લેવી એ વન […]

સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની સીમમાં સિંહે આઠ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. અને બાળકીને ફાડી ખાધી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની હાજરી છે. તાલુકાના ગોરડકા ગામે પીડિતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code