સાવિત્રીબાઈ ફુલેએ સ્થાપેલી દેશની પ્રથમ બાલિકા સ્કૂલ, તંત્રની બેદરકારીથી જર્જરિત હાલતમાં
મુંબઈઃ મહિલા અધિકાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા સાવિત્રીબાઈ ફુલેજીની આજે જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના ગામમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેજી ભારતની પ્રથમ વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપિકા હતા. મહિલાઓને સુશિક્ષિત બનાવવા માટે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ બાલિકા સ્કૂલની સ્થાપના કરી હતી. […]