1. Home
  2. Tag "SC"

CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભરી અદાલતમાં એક વકીલ પર ભડકયા હતા. એક અરજીના લિસ્ટિંગના મામલા પર તીખી નોકઝોંક દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે એક વકીલને તેમના લહેજા માટે આકરો ઠપકો આપ્યો છે અને કોર્ટને ડરાવવા તથા ધમકાવવાની કોશિશો વિરુદ્ધ કડક ચેતવણી આપી. આ દરમિયાન જસ્ટિસ […]

અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, સીબીઆઈ પાસે નહીં જાય હિંડનબર્ગ વિવાદ

નવી દિલ્હી: હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ નિયમોમાં કોઈપણ પ્રકારની કોઈ ગડબડ થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત અધિકાર છે. કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાથી પણ ઈન્કાર કર્યો છે અને એસઆઈટી રચવાનો પણ ઈન્કાર કર્યો છે. […]

SC, ST, OBC અને લઘુમતી સમાજને થતાં અન્યાય માટે મહાપંચાયત બોલાવાશેઃ અમિત ચાવડા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બિન રાજકીય સંગઠન ઓજસ અને ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓબીસી સમાજના તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ  જગદીશ ઠાકોર,  અર્જુન મોઢવાડીયા, સેવાદળના ચેરમેન  લાલજી દેસાઈ, […]

SCએ ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોલેજિયમ સિસ્ટમ પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશને આ અરજીમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો […]

શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ […]

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા. તેમણે […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ

દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ, દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની […]

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું : સંપૂર્ણ લોકડાઉનની કેજરિવાલ સરકારની તૈયારીઓ

દિલ્હીઃ દેશની રાજદાની દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવા માટે સંપૂર્ણ કરી લોકડાઉન લગાવવા તૈયાર છીએ. દિલ્હી સરકારે 26 પાનાનું એફિડેવીટ પ્રદુષણ ઓછુ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સફાળી જાગેલી દિલ્હી સરકારે તમામ […]

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code