1. Home
  2. Tag "scam"

બીન-સચિવાયલ કારકૂનની ભરતીના પેપર લીક કૌભાંડમાં પોલીસની 14 હજાર પાનાની ચાર્જશીટ

અમદાવાદ: રાજ્યમાં બિન-સચિવાલય કારકૂનની ભરતી માટેની સ્પર્દાત્મક પરીક્ષામાં પેપર ફુટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેપર લિંગ કૌભાંડમાં કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા. પોલીસે 33 આરોપીઓને પકડીને 56 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને  56 આરોપીઓ સામે 14000થી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ […]

સુરતમાં આરટીઓની બોગસ રસિદો,આરસી બુક,બનાવવાનું કૌભાંડ પકડાયું

સુરત : શહેરમાં આરટીઓની બોગસ રસિદો, આરસી બુક, આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. આરટીઓ કચેરીની બોગસ રસીદો પર બનાવટી સહી સિકક્કા બનાવી, બનાવટી આરસીબુક, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડનારી ગેંગનો પર્દાફાશ ડિંડોલી પોલિસે કર્યો છે. જેમાં પોલીસે પ્રિન્ટર, રોકડ, કોરા આધારકાર્ડ સહિત રૂ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગેંગ બોગસ […]

વડોદરાની એમએસ યુનિનું ફર્નિચર ખરીદી કૌભાંડ, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

વડોદરાઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં  ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ  પણ હરકતમાં આવ્યું હતું. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં […]

અમેરિકામાં કોવિડ-19 રસીના બોગસ સર્ટિફેકેટ કૌભાંડનો પર્દાફાશઃ બે નર્સોની સંડોવણી ખુલ્લી

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના સામેની લાંબી લડી રહ્યાં છે. તેમજ સમગ્ર દુનિયામાં હાલ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકામાં નકલી વેક્સિન સર્ટીફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. ન્યૂયોર્કની બે નર્સોએ કોવિડ-19 રસી આપવાના નામે કૌભાંડ આચર્યું છે. બંને નર્સો ઉપર આરોપ છે કે, બંને નર્સો રસી આપ્યા વિના જ સર્ટિફિકેટ […]

વડોદરામાં કોરોના રિપોર્ટનું કૌભાંડ: 600 રૂપિયા લઈને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ બનાવવામાં આવતું કારસ્તાન ઝડપાયું

કોરોનાના રિપોર્ટને લઈને પણ કૌભાંડ પોઝિટિવ રિપોર્ટને બતાવતા નેગેટિવ અન્ય લોકોના જીવને પણ મુક્યા જોખમમાં અમદાવાદ: અત્યારે દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે. દેશમાં લાખની સંખ્યામાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં કોરોનાના પોઝિટિવ દર્દીને પણ નેગેટિવ બતાવવામાં આવતું હતુ. હવાઇ મુસાફરી માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાતા […]

ભાવનગરમાં વેક્સિનના સર્ટિફિકેટનું કૌભાંડ, ચપટી વગાડતા જ વેક્સિન સર્ટી. મળી જાય છે

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાની વેક્સિન ન લીધી હોવા છતાં ચપટી વગાડતા જ વેક્સિનના યર્ટી. મળી જતા હોવાની ફરિયાદો ઊઠી છે. કોરોનાના સંક્રમણથી બચવા સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો પરંતુ લોકો વેક્સિનથી રક્ષિત થવાને બદલે વેક્સિન મુકાવ્યા વગર વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ મેળવી લે છે. જે માટે આરોગ્ય કેન્દ્રો પરના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ […]

અમદાવાદમાં રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને વેચવાનું કૌભાંડ પકડાયુઃ 3ની ધરપકડ

અમદાવાદ :  શહેરના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખસને ઇસનપુર પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ કહેવાય છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર […]

રાજકોટમાં મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ પકડાયું

રાજકોટઃ નકલી નોટો જ નહીં પણ ઠગબાજો માગો એ યુનિવર્સિટીઓની નકલી ડિગ્રીઓ પણ બનાવીને વેચીને તગડા રૂપિયા કમાતા હોય છે.ત્યારે રાજકોટ પોલીસે નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના વધુ એક કૌભાંડનો  પર્દાફાશ કર્યો હતો, પોલીસે સાધુવાસવાણી રોડ પરથી એક મહિલાને અલગ અલગ બે વ્યક્તિની માર્કશીટ અને ડિગ્રી સાથે ઝડપી લીધી હતી, મહિલાને દિલ્હીનો શખ્સ નકલી […]

વોટ્સએપ પર આવો મેસેજ આવે તો ચેતી જજો, બાકી છેતરપિંડીના શિકાર થઇ જશો

વોટ્સએપ પર ચાલી રહ્યું છે કૌભાંડ મિત્રના નામે હેકર્સ કરી રહ્યાં છે છેતરપિંડી આ રીતે યૂઝર્સ રહે સાવધાન નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ છે. વોટ્સએપ પ્રચલિત હોવાથી જ તેના માધ્યમથી જ હેકર્સ નવા નવા કૌભાંડો કરતા રહે છે. હવે એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડને ફ્રેંડ ઇન નીડ […]

અમદાવાદમાં વાહનોની નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ પકડાયુ, બેની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં નકલી આરસી બુક બનાવવાનો આંતરરાજ્ય કૌભાંડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે એજન્ટો દ્વારા ચાલતા નકલી આર.સી.બુકના કૌભાંડને પકડી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડનો પર્દાફાશ કરીને બે યુવકોને આરટીઓ પાસેથી ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં ક્રાઈમ બ્રાંચે આ આરોપી યુવકો પાસેથી 8 જેટલી નકલી આરસી બુક પણ કબજે કરી છે. પોલીસ તપાસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code