1. Home
  2. Tag "School Entrance Festival"

શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ ન કરી શકાયું, 830 સાયકલો ભંગાર બની જશે

અમદાવાદઃ ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં પ્રવેશે તેવી વિદ્યાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થિનીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે. માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને સાયકલ મળતી નથી. અને પ્રજાના […]

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ 21મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ધોરણ-1માં 21 કુમાર તથા 25 કન્યા મળીને કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર તથા 17 કન્યા મળીને કુલ 37 બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ […]

શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2023ને મળેલી સફળતા સંદર્ભમાં કહ્યું કે, બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023 માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે […]

ગુજરાતમાં બે દિવસીય શાળા પ્રવેશોત્સવનો રંગેચેગે પ્રારંભ, અંદાજે 12,70 લાખ બાળકોનું નામાંકન કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી બે દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ગોલથરા પ્રાથમિક શાળાની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર રાજ્યમાં તા.12 અને 13 ના દિવસો દરમિયાન યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય પહોંચી ગયા હતા.  મુખ્યમંત્રીને શાળામાં […]

કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય: મંત્રી બળવંતસિંહ રાજપૂત

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના  વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં 45 જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. […]

શાળા પ્રવેશોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ  રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર  જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ […]

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code