1. Home
  2. Tag "school"

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ AMCની સ્કૂલોમાં ધો-2થી 8માં 30 ટકા એડમિશન વધ્યાં

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલો તોતીંગ ફી વસુલતા હોવાથી વાલીઓની મુશ્કેલીઓ વધી છે. દરમિયાન શહેરમાં મનપા સંચાલિત સ્કૂલમાં સંતાનોને અભ્યાસ માટે મુકવા માટે વાલીઓ આગળ આવી રહ્યાં છે. જેથી મનપા સંચાલિત સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ધો-1માં 20 ટકા અને ધો-2થી […]

કોરોના મહામારીઃ સુરતની એક સ્કૂલની બે વિદ્યાર્થીઓ થયાં સંક્રમિત, હાલ શાળા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા તંત્ર દોડતું […]

કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે […]

રાજ્યમાં શેરી શિક્ષણને મંજુરી તો ખાનગી પ્રા. શાળાઓને કેમ નહીં ? સંચાલકોનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવએ લગભગ વિદાય લઈ લીધી છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે સરકાર અગમચેતિના પગલાં લઈ રહી છે. સરકારે ધો. 9થી12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપી દીધી છે પણ હજુ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી નથી.આમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું નથી ત્યારે સરકારી શાળાઓમાં […]

કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે

દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં […]

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ ઊભા કરવા આદેશ સામે તંત્રની મુંઝવણ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે નહીવત્ સંખ્યમાં કેસ નોંધાતા હોવાથી સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.6થી 12 સુધીની શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી […]

આવી રીતે ભણશે ગુજરાત !, શાળાના આચાર્યે બે ટ્રેકટરભરીને પાઠયપુસ્તકો પસ્તીવાળાને વેચી દીધા

ભાવનગર :  જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકોનો મસમોટો જથ્થો એક ભંગારીના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી […]

ધો. 6થી8ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો 15મી ઓગસ્ટ બાદ શરૂ કરવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની  મંજુરી આપ્યા બાદ ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી હતી. ત્યારબાદ ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવાની માગ ઊઠી હતી. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો સાવ હળવા કરી દેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ ધો.9થી 11ની શાળાઓને પણ ફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ગુંજવા લાગી છે. હવે શાળા સંચાલકોની માગણી બાદ સરકાર ધો 5થી 8ની શાળાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code