1. Home
  2. Tag "school"

સુરતમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શિક્ષણ વિભાગની મળી બેઠક

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો તથા અન્ય સ્ટાફ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક સાથે 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલકોને સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ધો-3થી 8ની પ્રથમ કસોટીનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજથી સ્કૂલોમાં ધો-3થી 8ની પ્રથમ કસોટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓ ઘરેથી પેપર લખીને સ્કૂલમાં મોકલાવી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને વચ્ચે પરીક્ષાના પ્રારંભ થઈ રહ્યો હોવાથી વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. વાલીઓએ પણ તમામ વિદ્યાર્થીઓ ઘરેથી […]

સુરતની સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : વાલીઓએ શાળાઓ બંધ કરવા કરી રજૂઆત

અમદાવાદઃ ડાયમન્ટ સિટી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, શિક્ષકો સહિતના સ્ટાફનો કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે. તેમજ તેમણે સ્કૂલો બંધ કરવા રજૂઆત કરી છે. સુરતમાં સતત બીજા દિવસે છ વિદ્યાર્થી અને બે શિક્ષકો […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ભયભીતઃ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલોમાં પણ જોવા મળી રહી છે. સંતાનો કોરોના સંક્રમિત ના થાય તે માટે ચિંતિત વાલીઓએ હવે બાળકોને સ્કૂલ મોકલતા પણ અચકાઈ રહ્યાં છે. પહેલા સ્કૂલમાં 50થી 55 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. જો કે, હવે માત્ર 30થી 35 ટકા વિદ્યાર્થીઓ […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું શરૂ કરાયું ટેસ્ટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સરકારે તમામ સ્કૂલોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ કર્યાં છે. બીજી તરફ સુરતમાં કોર્પોરેશન દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, […]

સ્કૂલોમાં કોરોનાનો પગપેસારોઃ ગાઇડલાઇનના કડક પાલન માટે આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હવે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યું છે. દરમિયાન સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન […]

ગુજરાતની 17 સરકારી પ્રાથમિક શાળામાં વીજળીની સુવિધાનો અભાવ

અમદાવાદઃ ગુજરાતમાં 458 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નહીં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 17 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં વીજળીની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જાણવા મળે છે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં 18 હજારથી વધારે ઓરડાની ઘટ છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની […]

ગુજરાતની શાળાઓમાં ફાયર સેફટી નહીં તો રદ્દ થશે માન્યતાઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલમાં ફાયર સેફટીના અભાવને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જે શાળાઓમાં ફાયર સેફ્ટી નહીં તેની માન્યતા રદ કરાશે તેવો નિર્દેશ કર્યો હતો. તેમજ આ મુદ્દે હરિયાણા મોડલ અપનાવવા માટે સરકારને તાકીદ કરી હતી. કેસની હકીકત અનુસાર અમદાવાદની જાણીતી કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં આઠ દર્દીઓના મોત થયાં હતા. આગના બનાવ […]

ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની શાળાઓનું હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 32919 કરોડની જોગવાઈ કરી છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની […]

ગુજરાતમાં ધો-9 અને 11ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પશ્નો પૂછાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજો બંધ રહ્યાં હતા. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે શિક્ષણને અસર થઈ હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઈલ બોર્ડની સાઈટ પર મુકવામાં આવી છે. ધો-9 અને 11માં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code