1. Home
  2. Tag "school"

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]

બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે અને વિદ્યાર્થીઓ શાળા છોડી ન જાય, સરકારની અધિકારીઓને ટકોર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી ગિરિરાજ સિંહએ નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ભારતભરમાં 250 મોડલ ગ્રામ પંચાયત ક્લસ્ટર બનાવવાના પ્રોજેક્ટ’ પરની પ્રગતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી અને યુવા ફેલો (YFs) રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા (NIRD&PR), અને 250 મોડેલ ગ્રામ પંચાયત ક્લસ્ટરોના રાજ્ય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (SPCs) સાથે […]

વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

અમદાવાદઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે શાપુર પે. સેન્ટર શાળાના શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ તે સાબિત કરી બતાનવ્યું છે. તેઓ  વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન […]

ગુજરાતની શાળાઓમાં ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવાશે

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં હવે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. તેમજ ધો-1થી 8ના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું હતું. આ બીલને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર […]

સુરતઃ મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધા યોજાઈ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ આ સ્પર્ધામાં 89 મેચ રમાઈ હતી. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી […]

રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા કેમ ભણાવાતી નથી, હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, સરકારના પરિપત્ર દ્વારા પણ શા માટે યોગ્ય અમલ કરવામાં આવતો નથી. તેમજ અનેક સ્કૂલોમાં શા માટે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે […]

ભરૂચઃ જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટી પડતા આઠ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

અમદાવાદઃ રાજ્યના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભરૂચના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટીને પડતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં લગભગ 8 જેટલી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી […]

પરીક્ષા પે ચર્ચા 2023: ચિત્ર સ્પર્ધામાં અમદાવાદની સ્કૂલોના 100 બાળકોએ ભાગ લીધો

અમદાવાદઃ પરીક્ષા પે ચર્ચા 2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં અમદાવાદના શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાર્થીઓના 100 જેટલા બાળકોએ ભાગ લઈને જુદી-જુદી થીમ ઉપર ચિત્ર દોરયા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તે હેતુથી આ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એકઝામ વોરિયર્સની 25 થીમ ઉપર પેઇન્ટિંગ […]

શાળા સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ મુજબ સ્વેટર પહેરવા ફરજ પાડી શકે નહીં, સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં સવારની સ્કુલોના વિદ્યાર્થીઓને કેટલાક શાળા સંચાલકો ડ્રેસકોડ મુજબ સ્વેટર પહેરવાની ફરજ પાડી રહ્યા હતા. જે સ્વેટર કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને પુરતું રક્ષણ આપી શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓ ઠંડીનો સામનો કરવો મુશ્કેલ બન્યો હતો. રાજકોટની વિદ્યાર્થિનીને આવેલા હાર્ટ એટેક પાછળ સ્કૂલ દ્વારા નક્કી કરાયેલું સ્વેટર પણ જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે […]

શાળામાં મોડા આવતા અને ગુલ્લી મારતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં  કાયમ અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે  અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. ઉપરાંત ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે. કેટલાક શિક્ષકો શાળાએ આવ્યા બાદ ગુલ્લી મારીને જતા રહેતા હોય છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ શાળાઓની ઓચિંતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code