1. Home
  2. Tag "school"

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 સરકારી પ્રાથમિક શાળાને ખંભાતી તાળાં લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા વધરાવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ મર્જ કરવામાં પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો […]

સુરતમાં પી પી સવાણી સ્કુલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી આવતા વિવાદ

સુરતઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સુરતમાં પણ હિજાબ મુદ્દે વિવાદ ઊભો થયો છે. સુરતના વરાછામાં પીપી સવાણી શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતાં સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના […]

દિલ્હીઃ સરકારી સ્કૂલોમાં 12 હજારથી વધારે સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને આજે મહત્વનો દિવસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12000થી વધારે નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીમાં 240 સરકારી સ્કૂલમાં 12430 નવા સ્માર્ટ ક્લાસરૂમ જોડાયાં છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની સાથે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા ઉપસ્થિત રહ્યાં હતા. દિલ્હી સરકારના […]

દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ ધો-9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે

7મી ફેબ્રુઆરીથી ઓફલાઈન વર્ગો શરૂ થશે નર્સરીથી ધો-8ના વર્ગો 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે રાત્રિ કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સીએમ કેજરિવાલની સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હવે નિયંત્રણો હળવા કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ […]

સૌરાષ્ટ્રઃ કોરોનાના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલોના સંચાલકે માંગ્યો ફી વધારો

વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી 1500 શાળાઓને 5 થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો 15 હજારથી વધારે સત્રની ફી હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને મહામારીને પગલે મોટાભાગના મહિનાઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે. કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગયા વર્ષે […]

ગુજરાતમાં સ્કૂલ નહીં જતી 11થી 14 વર્ષની કિશોરીઓને અપાઈ વિશેષ તાલીમ

અમદાવાદઃ રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ. દ્વારા11 થી 14 વર્ષની શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત સરકાર દ્વારા નકકી કરેલ 100 દિવસની પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ અંતર્ગત આણંદ જિલ્‍લા પંચાયતના આઇ.સી.ડી.એસ. દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની 42391 જેટલી કિશોરીઓ ભાગ લીધો […]

સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]

નૈનીતાલની એક સ્કૂલમાં 85 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ દોડતું થયું

દિલ્હીઃ નૈનીતાલના સુયલબારી સ્થિત સ્કૂલમાં એક સાથે 85 વિદ્યાર્થીમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે 85 બાળકોને ચેપ લાગ્યો હોવાથી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં તમામ વિદ્યાર્થીઓને શાળામાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 96 બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તે જ […]

સુરતઃ શાળાઓમાં કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા મનપાને તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. સુરતમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સુરત મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિક્ષક એમ. થેન્નારાસને સુરતની શાળામાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા કોરોનાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code