1. Home
  2. Tag "schools"

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફાયર NOC મેળવી લેવા શાળાઓને કરાયો આદેશ

અમદાવાદ:  રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારના તમામ વિભાગો એલર્ટ બન્યા છે. ત્યારે શાળાઓમાં પણ ફાયર એનઓસી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર NOC મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ […]

અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ પાકિસ્તાનથી કરાયાં હતા, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદની 28થી વધુ શાળાઓને 6 મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે, આવા તમામ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. અગાઉ એવી શંકા હતી કે, ઈ-મેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને 6 મેના રોજ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ […]

અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ અમદાવાદની આઠેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતી. દિલ્હી-એનસીઆરની લગભગ 100થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી મળી હતી. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મતદાન પૂર્વે આઠેક સ્કૂલોને ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર વધારે […]

દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેલ રશિયન સર્વરની મદદથી મોકલવામાં આવ્યાનું ખુલ્યું

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરની 100થી વધારે સ્કૂલોમાં બોમ્બના નનામા ઈમેલ મળી આવ્યાં હતા. આ ઉપરાંત બે દિવસ પણ ધમકી ભર્યા મેલ મળ્યાં હતા. આમ બે દિવસમાં 300થી વધારે ઈમેલ મળી આવ્યાં હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. પોલીસ તપાસમાં મંગળવારે ઈમેલમાં ફ્રાંસ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને નેધરલેન્ડના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે […]

દિલ્હી-NCR ની 100થી વધારે સ્કૂલોને બોમ્બની મળી ધમકી, તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે તાજેતરમાં જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ, એમિટી, મધર મેરી સ્કૂલ સહિત અનેક […]

સરકારી યુનિવર્સિટીઓ બાદ હવે શાળાઓમાં પણ 9મી મેથી 12મી જુન સુધી ઉનાળું વેકેશન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીના કર્મચારીઓ, અધ્યાપકો તેમજ શાળાઓના શિક્ષકોને મતદાન કેન્દ્રો પર જવાબદારી સોંપવામાં આવી છે. આથી અધ્યાપકો અને શિક્ષકોને ઉનાળું વેકેશનમાં પણ કામગીરી કરવાની નોબત આવી હતી. તેથી પ્રથમ અધ્યાપક મંડળે શિક્ષણ વિભાગમાં રજુઆતો કરતા તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વેકેશનનો પ્રારંભ 9મીમેથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

AMCએ ખાનગી – ગ્રાન્ટેડ શાળાઓને વ્યવસાય વેરાના મુદ્દે આપેલી નોટિસો સામે મંડળનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓને પ્રોફેશનલ ટેક્સના મુદ્દે નાટિસો પાઠવી છે. જેમાં PEC નંબર અંગેની નોંધણી કરાવવા કહેવામાં આવ્યુ છે. એએમસીએ ખાનગી શાળાઓને આપેલી નોટિસ બાદ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું છે કે, સ્કૂલ એ નોન પ્રેક્ટિકલ અને સેવાકીય હેતુ માટે ચાલે છે, જેથી સ્કૂલોને પેઢી તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી. […]

બેંગ્લોરમાં પાણી સ્થિતિ વધુ વિકટ બની, શાળા અને કોચીંગ ક્લાસીસ બંધ

બેંગ્લોરઃ એક સમયે ગાર્ડન સિટી તરીકે ઓળખાતું બેંગ્લોર આજે પાણીના પ્રત્યેક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. આ માત્ર બેંગ્લોર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. અહીંના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંના કોચિંગ સેન્ટરો અને સ્કૂલો […]

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

શાળાઓએ વિદ્યાર્થીઓના પ્રવાસ માટેની જિલ્લા શિક્ષણાધિકારીની હવે ફરજિયાત મંજુરી લેવી પડશે

અમદાવાદઃ શહેર અને જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવાસ માટે હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજુરી ફરજિયાત લેવી પડશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આ અંગે એક પરિપત્ર જારી કરીને તમામ શાળાઓને સુચના આપી દીધી છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ શાળા પ્રવાસ માટે લઈ જવાના વાહનોના ડૉક્યુમેન્ટ્સ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હોવા જરૂરી છે. આ સાથે જ કોઈ પણ સ્કૂલ રાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code