1. Home
  2. Tag "schools"

શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ જ્ઞાન સહાયકો હાજર ન થતાં હવે ભણાવશે કોણ?

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની માનદ સેવા લેવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે પ્રવાસી શિક્ષકોને સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લઈને તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા છે, બીજી બાજુ પસંદગી પામેલા ઘણાબધા  જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થયા નથી. આથી પરીક્ષાઓ નજીક છે, સિલેબર્સ પુરો […]

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર, ગરમ કપડાં પહેરી શકશે, સ્કૂલોની મનમાની નહીં ચાલે,

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ઠંડીથી બચવા શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરીને આવતા હોય છે. ત્યારે કેટલીક શાળાઓ નક્કી કરેલા યુનિફોર્મના કલર મુજબ સ્વેટર પહેરીને આવવાની ફરજ પાડી રહ્યા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ […]

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે […]

ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

ચેન્નાઈ: દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.આ દરમિયાન ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ આદેશ જારી કર્યો છે. ચેન્નાઈમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે […]

ગાઝામાં હોસ્પિટલ બાદ હવે સ્કૂલમાંથી ઝડપાયા માનવતાના દુશ્મન હમાસના મારક હથિયારો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસે જાહેર સેવા કેન્દ્રો એટલે કે હોસ્પિટલો અને સ્કૂલને આતંકવાદનો અડ્ડો બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાંથી ઈઝરાયલની સેનાએ હમાસના મારક હથિયારો જપ્ત કર્યાં હતા. જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે હમાસનો વધુ એક […]

શાળાઓમાં કાયમી શિક્ષકો હાજર થતાં જ જ્ઞાન સહાયકોને છૂટા કરાશે, કરારની શરતોમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સામે ટાટ અને ટેટ ઉતિર્ણ ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. અને રોજ-બરોજ લડતના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકો પાસે જે […]

શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે હવે તા. 17મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લેતા ટાટ અને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. બીજીબાજુ સરકારે જ્ઞાન સહાયકની ભરતી માટે પ્રાથમિક વિભાગની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. હવે આગામી તા. 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી […]

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે […]

શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફને પ્રમોશન માટે હવે ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી માટે ખાતકીય પરીક્ષા પાસ કરવી પડશે. હાલ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટીના આધારે પ્રમોશન આપવામા આવતું હતું, પરંતુ હવે ખાતાકીય પાસ કરી હોય તેમને જ પ્રમોશન આપવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં શિક્ષમ વિભાગના નાયબ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code