1. Home
  2. Tag "Season"

વડોદરાઃ આજવા જળાશય સિઝનમાં પ્રથમવાર છલકાયો, પાણીની આવકમાં સતત વધારો

અમદાવાદઃ વડોદરા શહેર માટે પાણીની પરબની ગરજ સારતા આજવા જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સપાટીમાં ઝડપી વધારો નોંધાયો હતો.વર્તમાન જળ મોસમમાં આજવા પહેલીવાર ઠરાવેલી સપાટીને વટાવી ગયું હતું. જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલા સંદેશ પ્રમાણે આજવાની જળ સપાટી,તા.15 મી ઓગષ્ટ સુધી જાળવવાના નિર્ધારિત રૂલ લેવલ 211 ફૂટ થી વધીને 211.05 ફૂટ થઈ હતી. તે […]

ગીરની કેસર કેરીની સિઝન હવે પુરી થવાની તૈયારીમાં, સ્વાદ રસિયાઓને આ વર્ષે બહુ મજા ન આવી

રાજકોટઃ ગીરની કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થવાની  તૈયારી છે. હવે વરસાદનું આગમન ઢૂંકડું છે ત્યારે આશરે સપ્તાહમાં ગીરની કેસર કેરી બજારમાંથી વિદાય લેશે. વાવાઝોડાં અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન આ વર્ષે  ઓછું રહ્યું હતું. સાથે  સ્વાદ અને સુગંધમાં પણ આ વખતે મજા રહી નથી એટલે કેસર કેરીના સ્વાદરસિયા નિરાશ થયા છે. તાલાળા તરફની […]

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર શાંતિ પણ અનુભવશો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો […]

સફેદ ડુંગળીની સિઝન શરૂ થઇ છતાં ડિહાઇડ્રેશન કારખાનામાં કોલસાના વધુ ભાવને લીધે ઉત્પાદન ઠપ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સફેદ ડુંગળીની આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. સફેદ ડુંગળીનો ડિહાઈડ્રેશનના ઉદ્યોગમાં સારીએવી માગ રહેતી હોય છે. પરંતુ ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ થઇ શક્યું નથી. કોલસાના ખૂબ ઉંચા ભાવ અને મજૂરોની તંગીને […]

શિયાળાની મોસમમાં પણ લીલા શાકભાજીના ભાવ વધુ, જથ્થાબંધ કરતા છૂટકમાં શાકભાજી ત્રણ ગણું મોંધુ

રાજકોટ  :  શિયાળાના ખાવા-પીવાની મોસમ ગણવામાં આવે છે. શિયાળામાં લીલી શાકભાજી સસ્તા હોય છે. પરંતુ આ વખતે શાકભાજીના ભાવ પણ સામાન્ય કરતા વધુ છે. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓને શિયાળામાં સૌથી પહેલા ઊંધિયું હોઠે અને હૈયે હોય છે કારણ કે આ ઋતુમાં મોટે ભાગે શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ આ વર્ષે તેનાથી ઉલ્ટી પરિસ્થિતિ છે. […]

સુરતમાં શિયાળાના પ્રારંભ સાથે જ જુવારના પોંકની સિઝન શરૂ

સુરતઃ શહેરમાં શિયાળોના પ્રારંભ સાથે  જુવારનો પોંક  વેચવાનું શરૂ થઇ ચુકયું છે. શહેરમાં કરજણથી પોંક લાવીને વેચવામાં આવે છે. એટલે પહેલો પોંક સુરતનો નહીં પરતું કરજણથી આવ્યો છે. શિયાળામાં સુરતીવાસીઓ પોંકની મજા માણતા હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી બાદ લાભ પાંચમથી પોંકનું વેચાણ શરૂ કરવામાં આવે છે. સુરતનો પોંક વખણાય છે. અને સુરતીઓ પોંક […]

કેરીની સિઝન 7મી જુલાઈએ પૂર્ણ થશેઃ ગત વર્ષ કરતા એક લાખ બોક્સની આવક ઘટી

તલાલા ગીરઃ  કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે કેરીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો નોંધાયો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code