1. Home
  2. Tag "Secondary Schools"

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 3517 શિક્ષકોની ભરતી કરાશે

ટાટમાં 60થી વધુ માર્ક્સ મેળવનારા ઉમેદવારો અરજી કરી શકશે, તા. 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, ઉમેદવારોની વયમર્યાદા 39 વર્ષથી વધુ ન હોવી જોઈએ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવતી હતી તેથી ટાટ અને […]

કચ્છમાં માધ્યમિક શાળાઓ માટે 204 જ્ઞાનસહાયકો ફાળવાયા, પણ માત્ર 96 હાજર થયાં

માધ્યમિકમાં 58 અને ઉચ્ચ માધ્યમિકમાં 38 ઉમેદવારો હાજર થયાં, સરકારી શાળાઓમાં 1066ના મહેકમ સામે 326 જગ્યાઓ ખાલી, જિલ્લા બહારના ઉમેદવારોને કચ્છમાં નોકરી કરવામાં રસ નથી ભૂજઃ કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે 204 જ્ઞાન સહાયક ફાળવાયા હતા. પરંતુ, ચાર દિવસ દરમિયાન માધ્યમિક માટે માત્ર 58 અને ઉચ્ચત્તર માધ્યમિક માટે માત્ર 38 ઉમેદવારો હાજર થયા […]

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે. […]

બનાસકાંઠાની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ હજુ 51 જગ્યાઓ ખાલી

પાલનપુરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો પૂર્ણ કરાયો હતો. જિલ્લાની અનુદાન મેળવતી શાળાઓમાં બીજુ સત્ર પુરુ થવાની નજીક અને બોર્ડની પરીક્ષા પણ નજીક […]

ગુજરાત સરકાર વિરોધ છતાંયે માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતાં તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતની માધ્યમિક સ્કૂલોમાં 18મીએ પરીક્ષા પૂર્ણ થતાં 20 ઓક્ટોબરથી દિવાળી વેકેશન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તગત તમામ શાળાઓમાં સોમવારથી પ્રથમ કસોટીનો પ્રારંભ થયો છે. અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે.ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અડધો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ યોજાતી આ પરીક્ષા મહત્વપૂર્ણ છે. બીજી તરફ અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ કસોટીના ગુણ ઉમેરવામાં આવતા હોય છે. […]

ગુજરાતની માધ્યમિક શાળાઓમાં હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર જ જુનિયર ક્લાર્ક બની શકશે

ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં હવે જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત બનશે. શિક્ષણ બોર્ડ દ્વારા જુનિયર કારકુનની જગ્યાને લઈને વિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની જોગવાઈ અનુસાર ધોરણ-12 પાસ પણ જુનિયર ક્લાર્ક બની શકતા હતા. પરંતુ હવે ગ્રેજ્યુએટ હશે તે જ જુનિયર ક્લાર્ક બની શકશે. ઉપરાંત અગાઉ જુનિયર કારકુનની જગ્યા સીધી ભરતીથી ભરવાના બદલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code