1. Home
  2. Tag "Self-reliant India"

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 30 કરોડ મોબાઈલ ફોનનું થઈ રહ્યું છે ઉત્પાદન

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વમાં મોબાઈલ ફોનના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ગયા છીએ. આજે ભારતમાં 30 કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્થાપના કરી રહી છે. આ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણમાં ઝડપથી વધારો થવાની ધારણા છે. કેન્દ્રીય […]

આત્મનિર્ભર ભારત: વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે હવે ભારતમાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ સ્થિત કોલ ઇન્ડિયાની પેટાકંપની સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (એસઇસીએલ) ગેવરા અને કુસુન્દા કોલસા ખાણોએ WorldAtlas.com દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણોની યાદીમાં બીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે. છત્તિસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં આવેલી આ બે ખાણોમાં દર વર્ષે 100 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થાય છે, જે ભારતના કુલ કોલસાના ઉત્પાદનમાં […]

આત્મનિર્ભર ભારતઃ કોલસાનું ઉત્પાદન 96.60 મિલિયન ટન પર પહોંચ્યું

નવી દિલ્હીઃ કોલસા ક્ષેત્રે ફેબ્રુઆરી 2024 દરમિયાન આઠ મોટા ઉદ્યોગોમાં સૌથી વધુ 11.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે. નોંધનીય છે કે કોલસા ઉદ્યોગ છેલ્લા 8 મહિનામાં સતત બે આંકડામાં વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં આઠ મુખ્ય ઉદ્યોગોની એકંદર વૃદ્ધિને સતત પાછળ રાખી છે. કોલસા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં માહિતી […]

આત્મનિર્ભર ભારતઃ છત્તીસગઢમાં વેસ્ટ મેનેજમેન્ટ મામલે સ્વ-સહાય જૂથોની મહિલાઓએ દુનિયાને બતાવ્યો નવો રસ્તો

નવી દિલ્હીઃ વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના શહેરોમાં એક મોટો પડકાર છે. એવું કહેવાય છે કે પડકારો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો માર્ગ સૂચવે છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરે આવું જ ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને ‘દીદી’નો દરજ્જો આપીને મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) કેન્દ્રોમાં રોજગારની […]

આત્મ નિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલુ – 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદવાસ્વદેશી કંપનીઓ સાથે થયો કરાર

આત્મ નિર્ભર ભારત તરફ સરકાર એક દકમ આગળ 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદશે સરકાર આ માટે સ્ખવદેશી કંપની સાથે કર્યો કરાર દિલ્હીઃ- દેશની સરકાર સતત આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશી કંપનીઓ સાથે કરાક કરી રહી છે આજ શ્રેણીમાં હવે દેશની સેનાને અનેક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે વિદેશી કંપનીઓ સાથે સોદો કર્યો […]

આત્મનિર્ભર ભારતઃ પાદરાની સ્કૂલના આચાર્યના કોઠાસુઝથી આજે શાળા સંકુલમાં હરિયાળું આંબાવાડિયું ઉભુ થયું

અમદાવાદઃ પાદરા તાલુકાની એક ઉત્તર બુનિયાદી શાળાના આચાર્યએ કરેલા જતન અને સિંચનના પરિણામે આંબાઓનું એક નાનું ઉપવન સર્જાયું છે. છેલ્લા પાંચ વર્ષની લાગલગાટ મહેનત અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે આચાર્યએ શાળાની જમીનમાં વાવેલા આંબાઓ પૂરબહારમાં ખીલી ઉઠવાની સાથે શાળાને પગભર બનાવવા તરફ પણ લઈ જવા મક્કમ કદમ ઉઠાવ્યા છે. વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા […]

ભારત એક રાષ્ટ્ર તરીકે ‘આત્મનિર્ભર ભારત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ 62મા નેશનલ ડિફેન્સ કોલેજ કોર્સના ફેકલ્ટી અને કોર્સ સભ્યોએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે સુરક્ષા એ એક શબ્દ છે જેનો ઉપયોગ આપણે આપણી વાતચીતમાં વારંવાર કરીએ છીએ. પરંતુ તેની વ્યાપક અસરો છે. છેલ્લા દાયકાઓમાં તેનું અર્થઘટન ખૂબ જ વિસ્તર્યું છે. જે માત્ર […]

આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. […]

આત્મનિર્ભર ભારતઃ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને […]

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code