ધ્રાંગધ્રા તાલુકામાં લમ્પી વાઈરસથી સાત પશુઓના મોત, અસરગ્રસ્ત ઢોરને આઈસોલેટ કરાયા,
અમદાવાદઃ રાજ્યમાં જામનગર અને પોરબંદર જિલ્લા બાદ હવે ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં પણ પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળતા વેટનરી વિભાગના તબીબો દોડી ગયા છે. ઝાલાવાડના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને તેની આજુબાજુના ગામોના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં લમ્પી વાયરસને કારણે સાત જેટલા પશુઓના મોત નિપજ્યા છે. તેથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો […]