અમદાવાદમાં ભંગારના ત્રણ વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 7 કરોડની ITC છેતરપિંડી પકડાઈ
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકનો ટાર્ગેટ પુરો કરવા માટે કરચોરો સામે સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. બીજીબાજુ બોગસ પેઢીઓને શોધવાની ઝૂંબેશ આદરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં ભંગારના વેપારીઓ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાની બાતમી મળતા એસજીએસટીના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. અને ગેરરીતિ પકડાતા સીજીએસટી અમદાવાદ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે ભંગારના બે વેપારીની મંગળવારે ધરપકડ કરી […]