1. Home
  2. Tag "SHIVPAL YADAV"

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

ઉત્તરપ્રદેશઃ શિવપાલ યાદવના સૂર બદલાયા, CM યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code