કચ્છના શ્વેતરણની તંબુનગરીનું ગટરનું પાણી ખૂલ્લા રણમાં છોડાતા વિરોધ
ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં શ્વેતનગરી ગણાતા ધોરડામાં પ્રવાસી માટે તંબુ નગરી ઊભી કરવામાં આવી છે. રણોત્સવની આકર્ષણરૂપ ગણાતી તંબુનગરીમાં ગટરના દૂષિત પાણી બહાર ખુલ્લા રણમાં ટેન્કરો દ્વારા છોડાતાં માનવ અને પશુ તંદુરસ્તી માટે મોટો ખતરો ઊભો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કચ્છમાં રણોત્સવ માણવા દેશ-વિદેશોમાંથી આવતા સહેલાણીઓ શ્વેતરણ વચ્ચે […]