ઉનાળું મગફળીના પાકની આવક છતાંયે સટ્ટાખોરીને લીધે સિંગતેલના ભાવ ડબ્બે 3100એ પહોંચ્યા
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ મગફળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે, એટલું જ નહીં ગત વર્ષે ખરીફ સીઝનમાં પણ મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયુ હતું છતાંયે સિંગતેલ ભરવાની સીઝનમાં પણ લોકોને મોંઘાભાવે સિંગતેલ ખરીદવાની ફરજ પડી હતી. આજે સિંગતેલનો ડબ્બો 3100એ પહોચી ગયો છે. સિંગતેલના આસમાને પહોંચેલા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. […]