ગુજરાતમાં દિવાળી પહેલા રેશનકાર્ડ ધારકોને વધારાનું સિંગતેલ અને ખાંડ અપાશે
ગાંધીનગરઃ નવેમ્બર મહિનામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખતા રાજ્યના લાખો રેશન કાર્ડધારકોને ઓક્ટોબરમાં જ સીંગતેલ અપાશે. તે સાથે તહેવારો નિમિત્તે નિયત ઉપરાંત એક કિલો વધારાની ખાંડ પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. નાગરિક પુરવઠા નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં રાબેતા મુજબના અનાજ સાથે વધારાના અનાજના પુરવઠાની વિતરણ વ્યવસ્થા માટે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં એનએફએસએ સહિતના અંત્યોદય […]