1. Home
  2. Tag "SIT"

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભુજના સ્મૃતિ વન મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ માં યુનેસ્કોએ આપ્યું સ્થાન. ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત. 2001ના ભૂકંપના મૃતક અનેક હુતાત્માના સ્મરણરૂપે બનાવવામાં આવ્યું છે મેમોરિયલ સુરતમાં ટ્રાફિકના નિયમને લઈને કરાયો મહત્વપૂર્ણ નિર્ણય. 100 વાર નિયમ તોડનાર વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ કરવામાં આવશે રદ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ અમદાવાદમાં […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]

પ્રજ્વલ રેવન્નાની એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ

સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની એસઆઇટીએ ધરપકડ કરી છે. બેંગ્લોર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરાઇ હતી.. પ્રજ્વલ 35 દિવસથી જર્મનીમાં હતા.27 એપ્રિલે તેઓ જર્મની ભાગી ગયા હતા આ અગાઉ બુધવારે કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ એસઆઇટી તેમની ધરપકડ કરવા માટે તૈયાર હતી..એસઆઇટીને બાતમી મળી […]

સેક્સ સ્કેન્ડલ કેસમાં ફસાયેલા પ્રજવલ રેવન્ના શુક્રવારે રાત્રે ભારત પરત ફરી શકે છેઃ સુત્ર

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની 30મેની મ્યુનિકથી બેંગ્લોરની રિટર્ન ફ્લાઇટ બુક થઇ ગઇ હોવાની માહિતી સુત્રો પાસેથી સામે આવી છે. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર JDS સુપ્રીમો એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર પ્રજવલ રેવન્ના 31 મેની સવારે બેંગાલુરુ પહોંચે તેવી શક્યતા છે એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ કરવાની તૈયારી SIT સૂત્રોએ જણાવ્યું કે તે અહીં કેમ્પેગૌડા એરપોર્ટ […]

રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે, ઉચ્ચ અધિકારીઓની પણ થશે પૂછપરછ

અમદાવાદઃ ગત 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 25થી વધુ લોકો બળીને ભસ્મીભૂત થયા હતા. ગેમઝોનમાં હાજર લોકો એટલે હદે બળી ગયા હતા કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SITની બેઠક […]

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના

અમદાવાદઃ પંચમહાલથી સામે આવેલા NEET પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલોસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે […]

હરણી તળાવ દુર્ઘટના કેસની તપાસ માટે SIT ની રચના કરાઈ, 3ની અટકાયત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના 18 જેટલા ભાગીદારો સામે બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરીને આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની […]

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં SITના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને હજુ પ્રજા ભુલી નથી, આ દૂર્ઘટનામાં 130થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. આ બનાવની ખાસ તપાસ ટીમ (એસઆઈટી)એ તપાસ કરી હતી. દરમિયાન એસઆઈટીએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રિપોર્ટમાં બ્રિજની દેખભાળની જવાબદારી નીભાવતી કંપનીને દુર્ઘટના માટે જબાવદાર ઠરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ […]

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં સીટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code