1. Home
  2. Tag "slogans"

સંસદમાં હવે શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકરે શપથગ્રહણનો નિયમ બદલ્યો

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને […]

જિનીવા: POKના કાર્યકરોએ દેખાવો યોજી પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 54મું સત્ર જિનીવામાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના રાજકીય કાર્યકરોએ અહીં પ્રદર્શન કર્યું હતું. તેમજ પીઓકેના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નિર્વાસિત પ્રમુખ શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, ‘અમારા લોકો પાકિસ્તાનના કબજા હેઠળ વિરોધ કરી રહ્યા છે. અમારો […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલીઓ યોજીને સૂત્રોચ્ચાર કર્યો

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોનું આંદોલન મહિનાઓથી ચાલી રહ્યું છે. જે કે સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. પણ મહત્વના પ્રશ્નોનો ઉકેલ ન આવતા  શિક્ષકોમાં અસંતોષ વ્યાપેલો છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાતુ નથી. જેને લઇને શિક્ષકો, સંચાલકો  ભેગા થઈને સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના 8 તબક્કા […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે વધતો જતો વિરોધ, અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં […]

રાજકોટમાં NSUIએ પેપરલિક કાંડના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે નારા લગાવ્યાં

રાજકોટઃ ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યાજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થઈ જતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ બનાવનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે ઉગ્ર વિરોધ […]

સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ કૂલપતિના બંગલે કર્યો સૂત્રોચ્ચાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

આંગણવાડી બહેનોએ સરકાર સામે છેડ્યો જંગ, રાજકોટમાં કલેક્ટર કચેરી સામે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો છે. રાજકોટમાં પણ આંગણવાડી બહેનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર સાથે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો આંગણવાડી કર્મચારીઓએ નિર્ધાર કર્યો હતો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનની મુશ્કેલી વધી, શરીફ સામે સુત્રોચ્ચાર મુદ્દે ગુનો નોંધાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનના હાથમાં સત્તા ગયા બાદ હવે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. મદીનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાદ શરીફની સામે સુત્રોચ્ચાર કરવા મુદ્દે ઈમરાન ખાન સહિત 150 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મદીનામાં દેખાવો દરમિયાન શરીફને ચોર-ચોર સહિતને સુત્રોચ્ચાર કરાયાં તેના ઘેરાપત્યાઘાત પાકિસ્તાનમાં પડ્યાં હતા. સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code