રાજયના સોશિયો-ઈકો. પ્રોજેકટના કરાર આધારિત કર્મચારીઓ બે મહિનાના પગારથી વંચિત
ગાંધીનગરઃ અસહ્ય મોંઘવારીમાં કર્મચારીઓને પગાર ન મળે તો તેમની હાલત કફોડી બનતી હોય છે. ગુજરાત સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીના કરાર આધારિત 250થી વધુ કર્મચારીઓને જૂન-જુલાઈના પગારથી વંચિત રાખવામાં આવતાં કર્મચારીઓમાં આક્રોશ ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ હસ્તક ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટી ચાલે છે. ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીમાં 250થી વધુ કર્મચારીઓ […]