1. Home
  2. Tag "somnath temple"

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

સોમનાથમાં હવે ભક્તો કરી શકશે દર્શન મંદિરના દ્વાર હવે સવારે 6 થી રાતે 10 સુધી રહેશે ખુલ્લા કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લેવાયો નિર્ણય ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યાના 20 દિવસમાંજ 1.43 લાખ ભાવિકોએ દર્શન કર્યા

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને કોરોનાના સંક્રમણને કારણે તા.11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવજીનું મંદિર પણ તા 11 જૂન 2021થી નિયમો હળવા થતાં દર્શનાર્થીઓ માટે […]

ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવારના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત સોમનાથ દાદાના પણ દર્શન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રામ મંદિર  ઓડિટોરિયમ,સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના […]

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદીર આવતીકાલ થી દર્શનાર્થીઓ માટે બંધ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ શ્રદ્ધાળુઓ ઓનલાઈન કરી શકશે દર્શન રાજકોટઃ કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે બજારોની સાથે મંદિરો પણ બંધ થવાની કગાર પર છે.વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથના પણ દ્વાર આવતીકાલથી બંધ થઇ જશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજ્યના ચાર મહાનગરો […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]

મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મંદિર ભાવિકો માટે સળંગ 42 કલાક ખુલ્લું રહશે

11 માર્ચે મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ મંદિર સળંગ 42 કલાક માટે ખુલ્લુ રહેશે ભાવિકો માટે વહેલી સવારે 4 કલાકે ખુલ્યા બાદ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઇડલાઇન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન અમદાવાદ: ભગવાન શિવની આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી. માર્ચ મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 11મી માર્ચના રોજ મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે […]

હવેથી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકાશે – પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો

સોમનાથ મંદિરનો પ્રાસદ ઘર બેઠા મળશે પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો સોમનાથ – સોમનાથ મહાદેવ કે જ્યા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંંગ છે ભક્તોની અહીં અતૂટ શ્રધ્ધા જોવા મળે છે, ત્યારે સોમનાથના પ્રસાદના પણ ઠેર ઠેર વખાણ થાય છે , ખાસ કરીને સોમનાથના મગના લાડૂનો પ્રસાદ લોકોનો મનપસંદ છે, આ સાથે જ ચૂરમાના લાડૂ પણ […]

સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ આકાર પામશે, પ્રવાસીઓ નિહાળી શકશે દરિયાઇ જીવસૃષ્ટિ

પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથમાં વિકાસ કાર્યો શરૂ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યો માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે પ્રભાસ પાટણ: પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીંયા વિકાસ કાર્યો હાથ ધરવાની કવાયત શરૂ થઇ થઇ છે. જે અંતર્ગત 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી […]

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે

સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે સ્કંદ પુરાણમાં દર્શાવેલા સ્થળોની શોધખોળના પ્રયાસો કરાશે સોમાનાથ ટ્રસ્ટના ચેરમેન પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ […]

સોમનાથ મંદિરના તમામ કળશને સુવર્ણથી મઢાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યારે 60થી વધારે કળશ લગાવી દેવામાં આવ્યાં છે. આગામી વર્ષમાં તમામ કળશને સુવર્ણથી મઢીને લગાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢાવ્યા બાદ હવે મંદિરના વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code