1. Home
  2. Tag "somnath"

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર રવિવારે ગંગા અવતરણ અને મહાઆરતી યોજાશે

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી તા,16મીને રવિવારે ત્રિવેણી સંગમ ખાતે  ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કરશે તેમજ સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરાશે  ગંગા અવતરણ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તિર્થસ્થાન સોમનાથમાં  આગામી 16 જૂન ના રોજ જેઠ […]

સોમનાથ મંદિર પાસે છેલ્લા 8 દિવસથી આંટાફેરા મારતો દીપડો આખરે પાંજરે પુરાયો

વેરાવળઃ સોમનાથ મંદિર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. તેથી પ્રવાસીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાને લઈને વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. અને આખરે દીપડા પાંજરે પુરાયો હતો. દરમિયાન વન વિભાગે સોમનાથ […]

સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા કળા યાત્રા યોજાઈ, પ્રભાતોત્સવમાં 365 કલાકારોએ કરી સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]

સોમનાથ મંદિર નજીક સ્થાનિક વેપારીઓની રજુઆત બાદ 100 જેટલાં દબાણો બુલડોઝર ફરી વળ્યું

સોમનાથઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર નજીકના શોપિંગ સેન્ટરના વેપારીઓની રજુઆત બાદ સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં . હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલા શૌચાલય-બાથરૂમ, ઓટલા, કેબીન જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી રસ્તો પહોળો થવાથી દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા […]

સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રીએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં,

સોમનાથઃ  દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવાધિદેવ સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રિના દિને સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા […]

પ્રભાસ તીર્થના 8 પવિત્ર સ્થળોના પાણીના કળશ અને 3.5 કરોડ રામ નામ જપના સોનાના પત્રો અને સોમગંગા અયોધ્યા પહોંચ્યા

અમદાવાદઃ સોમનાથથી અયોધ્યા અનોખી ભેટ પહોંચી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાસ તીર્થના આઠ પવિત્ર સ્થળોએથી લાવવામાં આવેલ 8 પાણીના કળશ અને 3.5 કરોડ રામ નામ જપના સોનાના પત્રો અને સોમગંગા જળ લઈને સોમનાથ ટ્ર્સ્ટના પદાધિકારીઓએ અયોધ્યા શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને સમર્પિત કરવામાં આવ્યુ હતુ. શ્રી સોમનાથ મંદિર […]

સોમનાથમાં ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે આજથી કાર્તિકી પૂનમના મેળાનો પ્રારંભ,

સોમનાથઃ યાત્રાધામ સોમનાથના આંગણે ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે વર્ષોથી યોજાતો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય મેળાનો આજે તા. 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જિલ્લા કલેકટરના હસ્તે રંગેચંગે પ્રારંભ કરાશે. સોમનાથમાં  કાર્તિકી પુર્ણીમા મેળાનો ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે બુધવારથી પ્રારંભ થશે. આ લોક મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ […]

રામ નામ મંત્ર લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ જેટલા રામ નામ લખાયા

અમદાવાદઃ ભાવપૂર્વક પૂજન અને જળાભિષેક કર્યા હતા. મુખ્યમંત્રી ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી થયા હતા. દરમિયાન રાજ્યમાં યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામ નામ લખાયા હતા. આ “સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ દેશના PM […]

સોમનાથમાં શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટી પડ્યાં

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન દેશ-વિદેશના અનેક યાત્રાળુઓએ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રવણ મહિનાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટેનું વિશેષ […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ, સોમવારના દિવસે ભક્તોની દર્શન માટે લાગે છે લાઈન

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વિતેલા દિવસે શ્રાવણમાસનો બીજો સોમવાર હતો, દરવર્ષની જેમ જ આ વર્ષે પણ પ્રથમ જ્યોર્તિલીંગ ગણાતા સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનો ભારે જમાવડો થતો જોવા મળ્યો છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી લાખો ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આનવે છે જો કે સોમવારના દિવસે અહી ભક્તોની ભીડ વઘતી હોય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code